ઉત્તરાખંડ,

ઉત્તરાખંડના હરિદ્વારના કલેક્ટર દીપક રાવતનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વખતે કલેક્ટર અચાનક જ પેટ્રોલપંપ પર પહોંચી ગયા છે. અહીં પહોંચતા જ તેઓ ફ્રીમાં હવા પૂરવામાં આવે છે કે નહીં તેનું ચેકિંગ કરે છે. ત્યારબાદ જાતે જ ટોઇલેટમાં તપાસ કરવા જાય છે. ત્યારબાદ જે પેટ્રોલ-ડીઝલ પૂરવામાં આવે છે તેમાં કોઈ ગોટાળા થાય છે કે નહીં તે અંગે તપાસ કરવા લાગે છે. અને છેલ્લે વાહનચાલકોને પૂરતું પેટ્રોલ મળે છે કે નહીં તે જાણવ માટે તેઓ પેટ્રોલ-ડીઝલના ભૂગર્ભ ટાંકાની તપાસ કરાવે છે. આ ટાંકામાંથી પેટ્રોલનો ઓછો ઉપાડ થયો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પેટ્રોલ-ડીઝલના દરરોજ બદલાતા ભાવ અંગેના રેટ લોગ પણ ન હોવાથી તેમાં પણ લૂંટ થતી હોવાનું સામે આવ્યું છે.

બિકાનેર,

પાકિસ્તાને ફરીથી સોમવારે ભારતીય હવાઈ સીમામાં ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો. પાક. સેનાનું એક માનવરહિત વિમાન (યુએવી) બિકાનેર સરહદે ઉડી રહ્યું હતું ત્યારે સુખોઈ યુદ્ધ વિમાને મિસાઈલથી તોડી પાડ્યું હતું. આ યુએવીનો કાટમાળ પાકિસ્તાનના ફોર્ટ અબ્બાસ વિસ્તારમાં પડ્યો છે. જે બહાવલપુરની નજીક છે.