એમ્પલ વિંગ એક્ટીવ ક્લાસીસ દ્વારા આયોજિત નિઃશુલ્ક રંગપૂરણી સ્પર્ધા ૨૦૨૦

એમ્પલ વિંગ એક્ટીવ ક્લાસીસ દ્વારા આયોજિત નિઃશુલ્ક રંગપૂરણી સ્પર્ધા ૨૦૨૦
Spread the love

અમરેલી શહેરનાં સીનીયર સીટીઝન પાર્ક માં વિદ્યાર્થીઓ માટે તારીખ ૫/૧/૨૦૨૦ને રવિવારનાં રોજ એમ્પલ વિંગ એક્ટીવ ક્લાસીસ દ્વારા રંગપૂરણી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમરેલી જિલ્લાની  વિવિધ શાળામાં અભ્યાસ કરતાં ૩૦૦થી પણ વધારે વિદ્યાર્થીઓએ નિઃશુલ્ક રંગપૂરણી સ્પર્ધા માં ભાગ લીધો હતો,  જેમાં પ્રથમ પાંચ વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા અને સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ આપવા માં આવ્યા હતા..વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન આપવા ડો.ભરતભાઈ કાનાબાર,અમરેલી નગરપાલીકાના પૂર્વ પ્રમુખ અલ્કાબેન ગોંડલીયા,અમરેલી જીલ્લા ડેપ્યુટી રજીસ્ટાર દેવકિરણભાઈ સોલંકી  પધાર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન એમ્પલ વિંગ એક્ટીવ ક્લાસીસ ના સંચાલન કરતા રૂપલબેન સિઘ્ઘપુરા, અમીતભાઈ જાની, એડ્વોકેટ અજીતભાઈ સોલંકી, કૈલાસબેન સોલંકી, થેમ્સી પરમાર,વીઘી માંડલીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

રીપોર્ટ : જય આગ્રાવત (અમરેલી)

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!