વૈભવી હોસ્પિટલો બની કતલખાના… ભાવનગરની ઘટના…

વૈભવી હોસ્પિટલો બની કતલખાના… ભાવનગરની ઘટના…
Spread the love
  • એક મોટી હોસ્પીટલનું કડવું સત્ય
  • કહેવાય છે ડોકટર ભગવાન જેવો જીવન દાતા છે : સેવાભાવી હોય તે…
  • આજે નવી કહેવત જન માનસ મા ઘર કરી રહી છે, મોટી હોસ્પિટલો કતલ ખાના જેવી છે..નિર્દયી છે….

આજે વિજ્ઞાન અને સંશોધન ના માધ્યમ થી અશક્ય બાબતો પણ શક્ય બની રહી છે.પરંતુ બધાજ સંશોધનો બુઠ્ઠા સાબિત થાય તેવા જીવલેણ રોગો નું સર્જન પણ પ્રગતિ ની હોડ મા માણસે જ કર્યું છે. તેમાં સૌથી મહત્વનું પર્યાવરણ છે. ખાદ્ય ચીજો મા થતી ભેળસેળ, કે વધારે પડતો રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાનો ઉપયોગ પણ તેનું પ્રેરકબળ છે. આજે દૂધ પણ ડુપ્લીકેટ, સિંથેટીક બની રહ્યું છે..આવા સંશોધનો નખ્ખોદીયા છે. વાત આજે કરવાની છે એક હોસ્પિટલ ની જે ખુબમોટી છે..નવીજ નિર્માણ પામી છે.માત્ર બે કે ત્રણ સર્જન ફૂલ ટાઇમ છે,બાકી જ્યારે જરૂર હોય ત્યારે સ્થાનિક વીજીટર ડોકટરો ની મદદ લેવાય છે..પરંતુ નવાઈ ની વાત તો એ છે જે સર્જનોમાં હોસ્પિટલ મા આવે છે તેની પોતાની પણ હોસ્પિટલો છે.તેની હોસ્પિટલ મા જનાર દર્દી ને તપાસવાનો ચાર્જ ૬૦૦ કે ૮૦૦ છે જે ચાર્જ માત્ર પ્રથમ વખત નો છે,જ્યારે બીજી વખત ચાર્જ અડધો થઈ જાય છે..

આં સર્જન મોટી હોસ્પિટલ મા આવે એટલે મોટી હોસ્પિટલ મા તેનો દરેક વિજીટ નો ચાર્જ ૨૦૦૦ થી ૨૫૦૦ લાગે છે,અને દરેક વીજીટ નો ચાર્જ એક જ રહે છે.. નવનિર્માણ પામેલી નામાંકિત હોસ્પિટલ મા દરેક દર્દી ઉપર રોજ રૂમ ચાર્જ ૩૨૦૦/- નર્સ નો ચાર્જ રોજ ૪૦૦/- હોમિયોપેથીક ડોક્ટર નો ચાર્જ રોજ દરેક દર્દી ઉપર ૮૦૦/- અને રેસીડન્ટ ડોકટર નો ચાર્જ રોજ ૨૦૦૦/- વિજીટર ડોકટર ના ૨૫૦૦/- અધૂરામાં પૂરું મેડિકલ પણ પોતાનો ડબલ ચાર્જ, સગવડ ખૂબ સારી દર્દીના સગાને બે બે દિવસે બિલ આપે બારીમાં જમાં કરાવવા માટે..પણ આટલું બધું કાયદેસર લૂંટી લીધા પછી પણ સંતોષ નહિ..બિલમાં ખોટી વિજીટો,ખોટા ચાર્જ પણ પેલા હોટલની કીટલી વાળા કે પાનના ગલ્લા વાળાની જેમ જેટલી વાર પસાર થાવ એટલી વાર ડાયરીમા લખાય જાય….

કોઈ ભણેલો વ્યક્તિ બિલ વાચી,ભૂલ બતાવે એટલે બિલિંગ વિભાગ મા મોકલે,બિલિંગ વિભાગ ભોંયરામાં એટલા માટે રાખ્યો છે કે કોઈ ખોટા બિલ અંગે માથા ફોડ થાય તો બીજા દર્દીને કે તેના સગા ને ખબર ન પડે…ખાનગી મા ભૂલ થઈ હશે..કાઈ વાંધો નહિ સુધારી નાખશું ચિંતા કરો મા,નાના કર્મચારી એ ભૂલ કરી હોય…

  • સત્ય કાઇક આવું છે..બીજી હોસ્પિટલો મા રૂમ ભાડું રોજના ૧૫૦૦/- જ્યારે આં હોસ્પિટલ મા રોજ ના ૩૨૦૦/- તફાવત ૧૭૦૦/- ….
  • બીજી હોસ્પિટલો મા ડોકટર નો તપાસ ચાર્જ ૬૦૦/- જ્યારે આં મોટી હોસ્પિટલ મા એ જ ડોકટર નો ચાર્જ ૨૫૦૦/- તફાવત ૧૯૦૦/-
  • બીજી હોસ્પિટલ મા નર્સ નો ચાર્જ જીરો,આં હોસ્પિટલ મા નર્સ ના દરેક દર્દી ને રોજના ૪૦૦/- તફાવત ૪૦૦/- ….
  • બીજી હોસ્પિટલ મા રેસીડન્ટ ડોકટર નો ચાર્જ ૬૦૦/- અહી ૨૦૦૦/- તફાવત ૧૪૦૦/- ….
  • બીજી હોસ્પિટલ મા હોમિયોપેથીક ડોકટર નો ચાર્જ જીરો..આં હોસ્પિટલ મા તેનો ચાર્જ રોજના દરેક દર્દી ને ૮૦૦/- લેખે….
  • બીજી હોસ્પિટલ મા દવા નું બિલ ૧૪૦૦ થી ૧૭૦૦ થાય, જ્યારે આં મોટી હોસ્પિટલ મા ૩૦૦૦/- થી ૩૫૦૦/- થાય..
  • સસ્તી હોસ્પિટલ મા પાર્કિંગ ની પૂરી વ્યવસ્થા અને આં મોટી હૉસ્પિટલ મા પાર્કિંગ નહીં…

આવા ડોકટરોમા માનવતા કેટલી, રાષ્ટ્ર ભાવના કેટલી, સેવાનો ભાવ કેટલો, પ્રમાણિકતા કેટલી, ગામડાનો હોય કે શહેર નો દર્દીની સ્થિતિમા દુઃખી થયેલ પરિવાર ક્યારેય બિલ વાચવા તસ્દી નથી લેતો…. આવા ટેન્શન વાળા સમયે બિલ વાચે તો પણ ટપ્પો પડે નહિ. મજબૂરીનો લાભ આવી મોટી હોસ્પિટલો લેવામાં એટલી મસ્ત હોય છે..કે આં આવેલો દર્દી કે તેના પરિવાર ના સભ્યો ના કપડાં પણ ઉતારી લેવાનું કામ આવી લૂંટમાર હોસ્પિટલો કરે છે.

આવા બિઝનેસ મેન ડોકટરો આખરે પોતાના ને જ લૂંટી રહ્યા છે.આમાં કોઈ ચીન કે પાકિસ્તાન માથી નથી આવતા..કુદરત એમના આત્મા ને સદબુદ્ધિ આપે..એમનો માહ્યલો જાગે… કોઈકની પરિસ્થિતિ નો અભ્યાસ કરે… આતો “મજબૂરી નું નામ મોત” કહેવત સાર્થક કરી છે.દર્દી તો બચી જશે.. પરંતુ આર્થિક પરિસ્થિતિ પડી ભાગશે..આખું પરિવાર બરબાદ થશે…બધાજ મારવા માટે જીવતા થઈ જશે…

ભેળસેળવાળા કરતા પણ મોટું પાપ છે..જે પરિવાર દેવાદાર બની જાશે,તેની સાથે વ્યવહારો ઘટી જશે..શાહુકારો ની ડેલીએ ધક્કા ખાશે..અંતે બીતો.. બીતો.. જીવશે.. અને બીતો.. બીતો.. મારશે.. આં સત્ય મારી નજર સામેનો પુરાવો છે…બધીજ અભ્યાસ મે પોતે કર્યો છે..બિલ ની નકલો પણ મારી પાસે છે..ક્યાં ગયો માણસ..? ક્યાં ગઈ માણસાઈ…? શું માણસાઈ ના દીવા બુઝાઈ ગયા છે…?

 

  • લાભુભાઈ પી. કાત્રોડીયા
    પ્રમુખ, ભ્રષ્ટાચાર નિવારણ સમિતિ
    ભાવનગર (મો) ૯૪૨૬૫ ૩૪૮૭૪
Admin

Admin

9909969099
Right Click Disabled!