વિજય રૂપાણીની મુખ્યમંત્રીપદે છેલ્લી ઉત્તરાયણ..? નેતૃત્વની દોર કપાશે…?

વિજય રૂપાણીની મુખ્યમંત્રીપદે છેલ્લી ઉત્તરાયણ..? નેતૃત્વની દોર કપાશે…?
Spread the love

ગુજરાતના મુખ્યમંત્રી પદે નરેન્દ્ર મોદી હતા ત્યારે નરેન્દ્ર મોદી કહેતા હતા કે હું તો ટેસ્ટ મેચ રમવા આવ્યો છુ, પણ થોડા દિવસ પહેલા વિજય રૂપાણીએ એક સમારંભમાં કહ્યુ કે હું 20-20 રમવા આવ્યો છુ અને અડધી પીચ ઉપર રમતા મને આવડે છે, વિજય રૂપાણીના આ નિવેદન અને ગુજરાત ભાજપમાં ચાલી રહેલી અટકળો પ્રમાણે ઉત્તરાયણ બાદ ગુજરાત સરકારમાં ફેરફારના એંધાણ મળી રહ્યા છે. જેના કારણે મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીની આ છેલ્લી ઉત્તરાયણ હોવાની પણ ચર્ચા છે, વિજય રૂપાણી માણસ તરીકે સજ્જન હોવા છતાં તેમની સજ્જનતા ભાજપના ગ્રાફને નીચે જતો અટકાવી શકતી નથી, જયારે મંત્રી મંડળ ઉપર તેમની પક્કડ થીલી પડતી જાય છે જેના કારણે પ્રદિપસિંહ જાડેજા જેવા જુનિયર મંત્રીઓ મુખ્યમંત્રીના આદેશ માનતા નથી, અમીત શાહ સાથે ઘરોબો હોવાને કારણે જાડેજા વિજય રૂપાણી તેમના આદેશોની અવગણના કરી પોતાની મનમાની કરે છે આવી ફરિયાદ સિનિયર મંત્રીઓ પણ વિજય રૂપાણીને કરી ચુકયા છે.

2017માં વિજય રૂપાણીને ફરી સત્તાના સુકાન સોપ્યા પછી વિજય રૂપાણીને અંદર અને બહારના બે મોર્ચે એક સાથે લડવાનું હતું, કોંગ્રેસ નબળી હોવા છતાં ભાજપનું અસંતુષ્ટ જુથ રૂપાણી સફળ થાય નહીં તેવા સતત પ્રયત્નમાં રહ્યુ છે, અમીત શાહ અને નરેન્દ્ર મોદી માનતા હતા કે સમય વિજય રૂપાણીને શીખવાડી દેશે અને રૂપાણી પ્રતિકુળતાને અનુકુળતામાં ફેરલી નાખશે પણ તેવુ થયુ નહીં, બીજી તરફ ભાજપ તરફ એક પછી એક રાજયોમાં સતા ગુમાવી રહ્યુ છે ત્યારે પોતાના હોમગ્રાઉન્ડ ગુમાવવાનું પાલવે તેમ નથી, હજી ગુજરાતમાં ચુંટણીને ત્રણ વર્ષની વાર છે, આમ છતાં નવા મુખ્યમંત્રીને જો પુરતો સમય મળે નહીં તો તેની પાસે પણ ચમત્કારની અપેક્ષા રાખી શકાય નહીં, પરિણામ સ્વરૂપ જો ફેરફાર કરવો છે તો આ સમય જ યોગ્ય છે જેના કારણે તે દિશામાં માનસીક કવાયત શરૂ થઈ ગઈ છે.

વિજય રૂપાણીને હટાવી કોઈને મુકવા જ પડે તો કોણ તે વિષય હાથ ઉપર લેવામાં આવ્યો ત્યારે સૌથી પહેલા પટેલ નેતાઓનો ક્રમ આવે છે, જો કે પહેલા જેમના નામની ચર્ચા હતી તેમાંથી આનંદીબહેન પટેલ અને પુરૂષોત્તમ રૂપાલાની હવે બાદબાકી થઈ છે હવે પટેલ નેતાઓ મનસુખ માંડવીયા આગળ ચાલી રહ્યા છે તેમના ટેકેદારો આ અંગે ખાતરીપુર્વક તેઓ જ મુખ્યમંત્રી થશે તેવુ કહી રહ્યા છે જો કે તેમની સજ્જનતા પણ વિજય રૂપાણી જેવી જ છે, પુર્વ ગૃહમંત્રી પ્રફુલ પટેલ બીજા ક્રમે છે, દિવ-દમણના એડમીનીસ્ટ્રેટર તરીકે હવે તેમણે ભાજપના ખાસા સ્થાનિક નેતાઓ નારાજ કરી ખરો વહિવટકર્તા કેવો હોય તેનું ઉદાહરણ પુરૂ પાડયુ છે, તેઓ અમીત શાહ અને નરેન્દ્ર મોદીના નજીકના પણ છે.

જો કે તેમની કામ કરવાની પધ્ધતી અલગ હોવાને કારણ પટેલોમાં તેઓ એટલા પ્રિય નથી, તેઓ જાતીવાદી રાજકારણને મહત્વ આપતા નથી, તેમની નબળી બાજુ રાજકારણમાં કહેવાય, ત્રીજી ક્રમે મંત્રી કૌશીક પટેલ છે, એકદમ લો પ્રોફાઈલ નેતા જમીની નેતા છે, કૌશી પટેલને સરકારની સારી સમજ છે અને અમીત શાહે પોતાની બેઠક ખાલી કરી તેમને આપી એટલે તેમના ભરોસાના માણસ પણ છે, પણ આ બધામાં નરેન્દ્ર મોદી કાયમ અનઅપેક્ષીત કરવા ટેવાયેલા છે જેમના નામની ચર્ચા જ ન હોય અથવા ગુજરાત વિધાનસભાનો સભ્ય પણ ના હોય તેવી વ્યકિતને પણ મોદી મુખ્યમંત્રી બનાવી શકે છે, સુત્રોની જાણકારી પ્રમાણે વડોદરાના ભાજપના એક નેતા જેમને કદાચ ભાજપના નેતાઓ પણ જાણતા નથી તેવા અમીત નામના એક સાવ સામાન્ય નેતાનું નામ પણ ચર્ચામાં છે આખરે મોદી હે તો કુછ ભી મુમકીન હૈ તેવુ કહેવુ પડે.

(જી.એન.એસ., પ્રશાંત દયાળ)

Admin

Admin

9909969099
Right Click Disabled!