કડી ખાતે સ્વચ્છતા સર્વેક્ષણ પતંગોત્સવ ઉજવવામાં આવ્યો

કડી ખાતે સ્વચ્છતા સર્વેક્ષણ પતંગોત્સવ ઉજવવામાં આવ્યો
Spread the love

રોટરી કલબ, રોટરેક્ટ કલબ તથા કડી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ પતંગોત્સવ -૨૦૨૦નું આયોજન

તા. ૧૨ જાન્યુઆરીએ કડી હાઇવે કોલેજના મેદાનમાં કરવામાં આવ્યું. જેમાં કડીના પતંગ રસિયાઓએ મન ભરીને આ પતંગોત્સવ માણ્યો. શ્રેષ્ઠ પતંગોને એવોર્ડ પણ આપવામાં આવ્યાં.આ કાર્યક્રમમાં સ્વચ્છતા સૂત્રોના પતંગો સૌને વિનામૂલ્યે આપવામાં આવ્યા. ચીફ ઓફિસર નરેશભાઈ પટેલ દ્વારા આજના યુવા દિવસે સૌને સ્વચ્છતા પર અને આપણો માનવતાનો પતંગ વધુને વધુ ઉપર જાય તે પર વિશેષ ભાર આપ્યો.

આ કાર્યક્રમમાં કડી નગરપાલિકા ના પ્રમુખ શ્રીમતિ શારદાબેન પટેલ, ઉપપ્રમુખ નિલેશભાઈ નાયક, કારોબારી ચેરમેન જશુભાઈ પટેલ, શ્રી વિષ્ણુભાઈ પટેલ, ચીફ ઓફિસર શ્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા. એમ.પી. શાહ એજ્યુ..સો. ના મંત્રી શ્રી અને રોટરી કલબ કડીના પૂર્વ પ્રમુખ શ્રી નલિનભાઈ શાહ, કાર્યક્રમના પ્રોજેકટ ડાયરેક્ટર રોટેરિયન ડૉ. વિષ્ણુ પ્રજાપતિ, રોટેરિયન ચૈતન્ય પટેલ, રોટરેક્ટ જય રાવલ, રોટરેક્ટ પાર્થ પટેલ, રોટરી ક્લબના પ્રેસિડેન્ટ રોટેરિયન વિજય ચાવડા, સેક્રેટરી ચિરાગ ઠાકર, રોટરેક્ટ પ્રેસિડેન્ટ ચિંતન પટેલ, સેક્રેટરી જીમિલ પ્રજાપતિ અને તમામ રોટરી, રોટરેક્ટ સભ્યોએ ખૂબ જહેમત ઉઠાવી.

Admin

Admin

9909969099
Right Click Disabled!