દામનગરના દહીંથરા અલખઘણી ગૌશાળા ખાતે મકરસંક્રાંતિ જોળીના સંકલનની બેઠક

દામનગરના દહીંથરા અલખઘણી ગૌશાળા ખાતે મકરસંક્રાંતિ જોળીના સંકલનની બેઠક
Spread the love

દામનગરના દહીંથરા ગૌશાળા ખાતે મકરસંક્રાંતિ જોળી સંકલનની બેઠક મળી સ્વ. માધવજીભાઈ સુતરિયાના અવસાન બાદ પ્રથમ બેઠકમાં સ્વ માધવજીભાઈને શ્રધાંજલિ અર્પી મીટીંગ શરૂ કરાઇ અને છેલ્લા ત્રણ માસ દરમ્યાન સંસ્થાને મળેલ આર્થિક સહયોગી દાતાની યાદી જાહેર કરાયા હતી. મકરસંક્રાંતિ જોળી સંકલનમાં પાંચોથી વધુ સ્વંયમ સેવકો ૪૦થી વધુ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ફરી અનેક દ્રવ્ય એકઠું કરશે પરમાર્થ માટે યાસિકા (મરૂ પણ માંગુ નહિ પણ પરમાર્થ કાજે મને માંગતા ન આવેલ લાજ) માટે દામનગર ઢસા લાઠી શહેરી વિસ્તારના રૂટ પર આવતા ગ્રામ્ય વિસ્તારો ફરશે.

દામનગર દહીંથરા શ્રી અલખઘણી ગૌસેવા ટ્રસ્ટની ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ ખાતે મકરસંક્રાંતિ ની જોળી સંકલનની બેઠક મળી. કડકડતી ઠંડીમાં પણ અબોલ જીવો માટે સમર્પિત ૪૦થી વધુ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના સ્વયંમ સેવકોની વિશાળ હાજરી જોવા મળી અલખઘણી ધૂન મંડળ, સૂર્યમુખી ધૂન મંડળ, સનાતન ધૂન મંડળ ઢસા સરદાર ધૂન મંડળ દામનગર તેમજ ભડિયા જિન મિલ હીરા ઉદ્યોગ મુખ્ય બજારોમાં ફરનાર સ્વંયમ સેવકોના સહયોગથી હજારોની સંખ્યા અતિ બીમાર અપંગ અબોલ જીવોનું લાલન પાલન કરતી સંસ્થા દ્વારા મકરસંક્રાંતિના પાવન પર્વે દાન ધર્મને પરોપકાર માટે યાચીકા કરતા સ્વંયમસેવકોના સંકલનમાં વિવિધ જવાબદારી ઓ માટે બેઠક મળી.

નિરણ ગોળ ખોળ રોકડ રકમ ઉપરાંત પક્ષીઓની ચણ સહિતના દ્રવ્યને એકઠું કરી પરમાર્થનું સુંદર કાર્ય કરવા અનેકો સ્વંયમ સેવકો તત્પર (મરૂ પણ માંગુ નહિ પણ પરમાર્થ કાજે મને માંગતા ન આવેલ લાજ) એ યુક્તિ એ હજારો મણ અનેક પ્રકારનું દ્રવ્ય એકઠું કરી અબોલ જીવો માટે અર્પણ કરવા મકરસંક્રાંતિ જોળી માટેની બેઠકમાં સંકલન. લાઠી તેમજ ગઢડા સ્વામીના તાલુકા ઢસા સહિત ૪૦ થી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આગામી તા૧૪/૧ના રોજ એક દિવસ ફરનાર મકરસંક્રાંતિ જોળી માટે પાંચોથી વધુ સ્વંયમ સેવકો વાહનોની તૈયારી કરાય હતી.

રિપોર્ટ : નટવરલાલ ભાતિયા

Admin

Admin

9909969099
Right Click Disabled!