સર્વ નેતૃત્વના યુવાનો દ્વારા નવાવર્ષની બાળકો સાથે અનોખી ઉજવણી

સર્વ નેતૃત્વના યુવાનો દ્વારા નવાવર્ષની બાળકો સાથે અનોખી ઉજવણી
Spread the love

સામાન્ય રીતે લોકો નવાવર્ષની ઉજવણી મિત્રો સાથે પાર્ટી કરી ને ઉજવતા હોય છે ત્યારે છેલ્લા કેટલાય વર્ષોથી કડી સર્વ વિશ્વવિદ્યાલય સલગ્ન સર્વ નેતૃત્વના યુવાનો દ્વારા ૨૦૨૦ નવા વર્ષની ઉજવણી અનોખી રીતે ગરીબ બાળકો વચ્ચે રહી કરવામાં આવી. ગાંધીનગરમાં સેક્ટર ૧૬ માં રહેતા બાળકો જેમને દર અઠવાડિયે મિશન વિદ્યા પ્રોજેક્ટ અંતર્ગત સર્વ નેતૃત્વના યુવાનો દ્વારા શિક્ષણ અને સંસ્કારનાં સિંચન માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તે બાળકો સાથે ૨૦૨૦ ની શરૂઆતમાં નાસ્તો અને ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં ૫૦ થી વધારે બાળકો માટે નાસ્તા અને ગરબાની રમઝટ સાથે મોજ કરાવી હતી સાથે દૈનિક જીવન માં યોગ અને ધ્યાનનું કેટલું મહત્વ છે એ વિશે ની સમજ આપવામાં આવી હતી અને નવા વર્ષથી રોજ ધ્યાન કરવા માટે આહ્વાન કર્યું હતું.. જેમાં બાળકો એ ખૂબ ઉત્સાહ પૂર્વક અલગ અલગ યોગ અને આસનો કર્યા હતા. આ કાર્યક્રમમાં કડી સર્વ વિશ્વવિદ્યાલય ના ૪૨ જેટલા યુવાનો જોડાઈ બાળકો સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી.

 

Admin

Admin

9909969099
Right Click Disabled!