જૂનાગઢ પોલીસ દ્વારા કરુણા અભિયાન તેમજ ટ્રાફિક સપ્તાહની ઉજવણી

જૂનાગઢ પોલીસ દ્વારા કરુણા અભિયાન તેમજ ટ્રાફિક સપ્તાહની ઉજવણી
Spread the love

તાજેતરમાં મકર સંક્રાંતિના તહેવાર દરમિયાન લોકો પતંગ ઉડાડવાની મજા લેતા હોય છે, ત્યાર કરુણા અભિયાન 2020 તરીકે વન વિભાગ તરફથી યોજવામાં આવનાર છે. જેમાં જૂનાગઢ પોલીસ પણ જોડાયેલ. જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ પોલીસના અધિકારીઓને કરુણા અભિયાન અનુલક્ષીને  સુચનાઓ કરવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પી.આઇ. આર. બી. સોલંકી, ટ્રાફિક પીએસઆઇ એ.સી.ઝાલા તથા સ્ટાફના હે. કો. ઝવેરગીરી, પો. કો. અશોકભાઈ, TRP પવનભાઈ, ભાવીનભાઈ સહિતની પોલીસ ટીમો દ્વારા વાહન ચાલકોને રોકી, ટુ વ્હીલરમાં લોખંડના સળિયાની બનાવેલ ખાસ ગાર્ડ વિના મૂલ્યે લગાડવાની કામગીરી કરી, વાહન ચાલકોને પતંગની દોરીથી થતા નુકશાન તથા ઈજાઓ બાબતે ખાસ સમજણ પણ આપવામાં આવેલ હતી.

કરુણા અભિયાન તેમજ ટ્રાફિક સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પતંગની દોરીથી પક્ષીઓને થતી ઈજાઓ અને મૃત્યુ બાબત તેમજ ટ્રાફિકના નિયમોની જાણકારી આપી, આવા બનાવોના બને તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે માટે સાવચેત કરવામાં પણ આવેલ હતા. જૂનાગઢ પોલીસ દ્વારા મકરસંકરાતી દરમિયાન લોકોને પોતાને તથા પોતાની સાથે બાઇક પર સવારી કરતા બાળકો મહિલાઓને પોતાના ગળાનું રક્ષણ કરવા મફલર કે કોઈ કાપડથી રક્ષિત રાખવા પણ વિનંતી કરવામાં આવેલ છે. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા નવતર પ્રયોગ કરી, બાઇક ચાલકો પતંગની દોરીનો ભોગના બને અને તેઓને ઇજા કે જાનહાનીના થાય એ માટે લોકોને જાગૃત કરવામાં આવેલ છે.

રિપોર્ટ : મહેશ કથીરિયા (જૂનાગઢ)

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!