જૂનાગઢના જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં ગુનાઓમાં કબજે કરેલ વિદેશી દારૂનો નાશ કરી નિકાલ કરાયો

જૂનાગઢના જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં ગુનાઓમાં કબજે કરેલ વિદેશી દારૂનો નાશ કરી નિકાલ કરાયો
Spread the love

જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા કરવામાં આવેલ સૂચના આધારે જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વિસાવદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર.પટેલ, પો.સ.ઇ. એસ.કે.માલમ દ્વારા નામદાર કોર્ટમાંથી વિદેશી દારૂના નાશ કરવા અંગેના હુકમો મેળવી, આજરોજ આશરે એક કરોડની કિંમતના વિદેશી દારુનો રોલર ફેરવી અને નાશ કરવામાં આવેલ હતો. વિદેશી દારૂનો નાશ કરવાની આ કાર્યવાહી જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, વિસાવડરના એસડીએમ શ્રી તુષાર જોશી તથા નશાબંધી અધિક્ષકની હાજરીમાં વિસાવદર મંડૉરીયા રોડ ઉપર પડતર સરકારી ખરાબાની જમીન ખાતે કરવામાં આવેલ હતી.

વિદેશી દારૂનો નાશ કરવાની આ કાર્યવાહીમાં વિસાવદર પોલીસ સ્ટેશનના કુલ 25 ગુન્હાની વિદેશી દારૂની બોટલો નંગ 14664 તથા બિયરની બોટલ નંગ 237 મળી કુલ બોટલો નંગ 14992 કિંમત રૂ. 57,78,200/-ના મુદ્દામાલનું રોલર ફેરવી અને વિસાવદર મંડૉરીયા રોડ પાસે આવેલ સરકારી ખરાબાની જમીનમાં નાશ કરવામાં આવેલ હતો. નાશ કરવામાં આવેલ દારૂ સને 2017 થી આજદિન સુધીમાં છેલ્લા બે વર્ષમાં પકડાયેલ વિદેશી દારૂના ગુનાનો મુદ્દામાલ હતો. આશરે 60 લાખ રૂપિયાની ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કરવામાં આવેલ હતો.

રિપોર્ટ : મહેશ કથીરિયા (જૂનાગઢ)

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!