અમિત શાહ ૨ દિવસ ગુજરાતમાંઃ પરિવાર સાથે ઉત્તરાયણ ઉજવશે

અમિત શાહ ૨ દિવસ ગુજરાતમાંઃ પરિવાર સાથે ઉત્તરાયણ ઉજવશે

અમદાવાદ,
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મોડી રાત્રે ગુજરાત આવ્યા. ૩ દિવસમાં બીજી વાર ભાજપના રાષ્ટÙીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાત આવ્યા અને આ તેમનો ૨ દિવસીય પ્રવાસ હશે. અમદાવાદમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી કરશે. પોતાના પરિવાર અને કાર્યકરો સાથે અમિત શાહ પતંગ ચગાવીને ઉત્તરાયણ મનાવશે. દર વર્ષે અમિત શાહ પોતાના કાર્યકરો વચ્ચે જઇને ઉત્તરાયણ મનાવતા હોય છે. કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા બાદ આ તેમની પહેલી ઉત્તરાયણ છે અને આ વખતે પણ તેઓ કાર્યકરોની વચ્ચે ઉત્તરાયણ મનાવશે.

બપોર બાદ તેઓ પોતાના મતવિસ્તારમાં પતંગ ચગાવશે. ભાજપ અધ્યક્ષ અમિત શાહની સાથે ધારાસભ્ય કિશોર ચૌહાણ અને પ્રદેશ આગેવાનો પણ હાજર રહેશે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ ૧૫ જાન્યુઆરીએ રોજગારલક્ષી સ્કીલ યુનિવર્સિટીની જાહેરાત કરશે. મહાત્મા મંદિર ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મહેન્દ્રનાથ પાંડે, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહેશે. સરકારે આ માટે ૨૦ એકર જમીનની ફાળવણી કરી દીધી છે અને આ યુનિવર્સિટી કલોલ તાલુકામાં બનશે.

જેનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને સ્કીલ ટ્રેનીંગ પૂરી પાડવાનો અને રોજગારી ઉપલબ્ધ કરાવવાનો રહેશે. આ યુનિવર્સિટીમાં વિવિધ કોર્ષ ચાલશે. ભાજપ અધ્યક્ષની આ મુલાકાત દરમિયાન પ્રદેશ ભાજપની સંરચના પર પણ આખરી મહોર લાગશે. ભાજપના પ્રદેશ પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા ૨૦ તારીખ સુધીમાં પૂર્ણ થાય તેવી શક્્યતા છે ત્યારે આ મુદ્દે પણ અંતિમ નિર્ણય લેવાઇ શકે છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા બાદ સતત મંત્રાલયની કામગીરીમાં વ્યસ્ત રહ્યા છે પણ તેમ છતાં પોતાના વિસ્તારના વિકાસ લક્ષી કાર્યક્રમોમાં પણ સતત હાજરી આપી રહ્યા છે.
દર મહિને અમિત શાહ પોતાના મતવિસ્તારના વિકાસ કાર્યો માટે સમય કાઢી રહ્યા છે અને પોતાની સાંસદ તરીકેની કામગીરી પણ જવાબદારીથી પૂરી કરી રહ્યા છે. સાથે જ પોતાના કાર્યકરોની વચ્ચે પણ પહોંચી રહ્યા છે, નારણપુરા ખાતે કાર્યકરોના સ્નેહમિલન કાર્યક્રમમાં તેમણે કાર્યકરોને પણ ટકોર કરી હતી અને આગામી કાર્યક્રમો સફળ બનાવવાનો લક્ષ્યાંક પણ સોંપ્યો હતો.તો ગત વર્ષે અમિત શાહે અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સાથે અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી. અમિત શાહ ઘાટલોડિયામાં રહેતા તેમના બહેનના ઘરે સાંજે પાંચ વાગ્યે આવ્યા હતા અને બે કલાકથી વધારે સમય સુધી રોકાયા હતા. અમિત શાહે પતંગ ચગાવી તે સમયે જીતુભાઈ વાઘાણીએ તેમની ફિરકી પકડી હતી.

One thought on “અમિત શાહ ૨ દિવસ ગુજરાતમાંઃ પરિવાર સાથે ઉત્તરાયણ ઉજવશે

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Right Click Disabled!