નેત્રંગ આનંદા પાર્ટી પ્લોટ ખાતે સ્વામી વિવેકાનંદજીની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે ભારતમાતાની મહાઆરતી

નેત્રંગ આનંદા પાર્ટી પ્લોટ ખાતે સ્વામી વિવેકાનંદજીની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે ભારતમાતાની મહાઆરતી
Spread the love
  • બાબા સત્યનારાયણ મોર્યા દ્વારા દેવમોગરામાતાનું ચિત્ર દોરી તેમાં ભારતમાતાના દર્શન કરાવ્યા હતા.
  • ભગતબાપુ અને ભક્તિસ્વામીએ યુવાનોને રાષ્ટ્રભક્તિના સૂત્રો આપી દેશદાઝની પ્રતિજ્ઞા લેવડાવી.

અરવલ્લી,

સ્વામી વિવેકાનંદજીની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે નેત્રંગ ગામમાં ભારતમાતાની મહાઆરતીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.જેમાં બાબા સત્યનારાયણ મોર્યા દ્વારા તેમની દેશભક્તિની ભાષામાં ભારતમાતાના ભક્તોને દેશની આઝાદીમાં ખરેખર કોણે ભોગ અને જીવન સમર્પિત કર્યા છે તે દરેક વિરપુરુષોને યાદ કરી જોમ અને જુસ્સો ભરી દીધો હતો.૧૨/૦૧/૨૦૨૦ ના રોજ રાત્રે ૦૮:૦૦ કલાકે લાલ મંટોડી ડેડીયાપાડા રોડ નેત્રંગ આનંદા પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

દક્ષિણ ગુજરાત સ્વામી વિવેકાનંદ યુવા સેવા સમિતિના ભગુભાઈ ચૌધરી પ્રમુખ ,અતુલભાઈ પટેલ ઉપ-પ્રમુખ , પ્રકાશભાઈ ગામીત સંગઠનમંત્રી અને તેમની ટીમ દ્વારા ભારતમાતાની મહાઆરતીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના વક્તા બાબા સત્યનારાયણ મોર્યા ને સાંભળવાએ જીવનનો એક લાહવો છે. તેમ મહુવા ભાવનગરથી પધારેલ શ્રીરામ કથાકાર ભગતબાપુએ જણાવ્યું હતું. ભક્તિસ્વામીએ યુવાનોને ભક્તિવાણીમાં કહ્યું કે આજનો યુવાન ખરેખર યોધ્ધા છે તેમને ડગલેને પગલે સંઘર્ષ છે પરંતુ તેમાં ક્યારેય હાર ના માનવી જોઈએ સાથે દેશપ્રત્યે કોઈ ખોટું બોલે તો તે સાખી લેવું નહિ.

સ્વામી વિવેકાનંદજીની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે સમિતિનો ઉદેશ્ય એ હોતો કે લોકોમાં જાગરણ ,લોક શિક્ષણ, ભારતીય સંસ્કૃતિ માટે વિશ્વવિખ્યાત સમૃધ્ધ ચિત્ર કળાના ધની પૂજ્ય બાબા સત્યનારાયણ મોર્યા દ્ધારા ખુબજ સુંદર રીતે યુવા પેઢીને વિવેકાનંદજીના માર્ગે કઈ રીતે ચાલવું અને પરમ વૈભવએ કેમ લઈ જવોએ સમજાવ્યું હતું.
કાર્યક્રમમાં વિશ્વવિખ્યાત સમૃધ્ધ ચિત્ર કળાના ધની પૂજ્ય બાબા સત્યનારાયણ મોર્યા દ્ધારા ખુબજ સુંદર રીતે પોતાની કલાને નેત્રંગ ગામના તથા આજુ બાજુના ગામોમાંથી આવેલ સાધુ,સંતો,વડીલો, ભાઈઓ,બેહેનો અને યુવા પેઢીને સ્વામી વિવેકાનંદ,વિધ્નહર્તા ગણેશજી,ભગવાન બિરસામુંડા, હનુમાનજી અને એથી વિશેષ આદિજાતિ વિસ્તારમાં આવેલ માઁ દેવમોગરાના ચિત્રમાંથી ભારતમાઁ તૈયાર કરતા હાજર લોકોએ આ દ્રશ્ય જોઈ બાબાની કલાને તાળીઓના નાદ સાથે વધાવી લીધી હતી અને ભારત માતા કી જય ના નારા લગાવ્યા હતા.


પૂજ્ય બાબા સત્યનારાયણ મોર્યાના કાર્યક્રમને નિહાળવા માટે મહુવા ભાવનગરથી પધારેલ શ્રીરામ કથાકાર ભગતબાપુ, ભક્તિવલ્લભ સ્વામી નેત્રંગ હરિધામ,બળદેવભાઈ પ્રજાપતિ વિભાગીય સંઘ ચાલકજી,સન્મુખભાઈ ભક્ત પ્રમુખ દૂધ ડેરી ચાસવડ ,વિજયભાઈ સુરતીયા,મહેન્દ્રભાઈ પટેલ વગેરે ખૂબ મોટી સંખ્યામાં શાળાના બાળકો અને તાલુકાના લોકોએ ભારતમાતાની મહાઆરતીનો લાભ લીધો હતો.

Admin

Admin

9909969099
Right Click Disabled!