અંબાજી ટ્રિનિટી ઇંગ્લીશ મીડીયમ શાળાના સંચાલક સંજય યોગીનું દુઃખદ અવસાન

અંબાજી ટ્રિનિટી ઇંગ્લીશ મીડીયમ શાળાના સંચાલક સંજય યોગીનું દુઃખદ અવસાન
Spread the love

અમિત પટેલ.અંબાજી

ગુજરાત ના લોકપ્રિય શક્તિપીઠ અંબાજી ની ગણના દેશભર મા થઇ રહી છે આ ધામ ગુજરાત અને રાજસ્થાન સરહદ ઉપર વસેલુ  છે ,અંબાજી ખાતે અંગ્રેજી મીડીયમ ની શાળા શરુ કરવી તે લોઢાના ચણા ચબાવવા જેવી વાત હતી. અંબાજી ગામ વસ્તીની દ્રષ્ટિએ નાનું હોઈ આ ધામમા ગણી ગાંઠી શાળા હતી. આ બધાની વચ્ચે 2011 મા એક સંજય યોગી નામનો યુવા અને બાહોશ આવ્યો જેને અંબાજી ની દશા અને દિશા બદલી નાંખી, અંબાજી જેવા નાના શહેરમા “ટ્રિનિટી ઇંગ્લીશ મીડીયમ શાળા” શરુ કરીને બધા ને વિચારતા કરી દીધા.

સંજય યોગી એ જયારે શાળા શરુ કરી ત્યારે તેમના મિત્રો અને વિરોધીઓ જાહેરમા કહેતા કે શાળા ક્યારે બંદ કરશો, ત્યારે સંજય યોગી હસીને કહેતા કે “પરિસ્થિતિ એ મારી ઉપર ઘણા બધા પથ્થરો ફેંક્યા, પણ એ પથ્થરો માંથી પગથીયા બનાવીને મેં પ્રગતી કરી ” નામ નાનું અને કામ મોટું તેવી ઊંચી વિચારસરણી ધરાવતા આ સંજય યોગી 16 જાન્યુઆરીના દિવસે આ ફાની દુનિયાને છોડીને જતા રહેતા, જાણે અંબાજી ધામ શુન્યમશકય બની ગયુ તેવો આભાસ આ ધામમા જોવા મળતો હતો.

અંબાજી ની ધરતી જાણે આ નાની ઉંમર ના ઊંચા વિચાર સરણી વાળા યુવાન ને આટલી નાની ઉંમરમા ગુમાવી દેવાનો દુઃખ કરતી હતી. અંબાજીમા આટલી બધી ખાનગી શાળા હોવા છતાંય આજ દિન સુધી  ટ્રિનિટી શાળા વિરુદ્ધ  ના સમાચાર કોઈ પણ ટીવી કે અખબારમા આવ્યા ન હતા તે સંજય સરની મહાનતા હતી. શાળા શરુ કરીને તેને  લાંબા ગાળા  સુધી  ચલાવવી તે  એક મોટો પ્રશ્ન હોવા છતાંય આ નાની ઉંમરના યુવાન એ આજના યુગમા  સાકાર કરી બતાવ્યું . આજે ટ્રિનિટી શાળાની એક એક ઈંટ રડી રહી છે એક-એક વિદ્યાર્થી અને શાળાના સ્ટાફમા આંસુ સિવાય કંઈ જ નથી.

સંજય યોગી પોતાની પાછળ પોતાની એક પુત્રી અને પત્ની ને વિલાપ કરતા છોડી ગયા છે, સંજય સર શાળાનું વધારે ધ્યાન રહે તે માટે શાળાના એક નાના ઓરડામા રહી શાળાનું ધ્યાન રાખતા હતા, દરેક બાળકો અને શાળા સ્ટાફ સાથે તેમને સુમેળભર્યા સબંધો હતા ,અંબાજી ની ટ્રિનિટી સ્કૂલ એક માત્ર પ્રથમ સ્કૂલ હતી જેની બીજી શાખા અમીરગઢ ખાતે હતી જેનું યોગદાન સંજય યોગીનુ  હતુ. અંબાજી ખાતે તેમની શાળામા 300 જેટલા વિધાર્થીઓ અભ્યાસ કરે છે , અંબાજી કોટેજ હોસ્પીટલનું જયારે આંદોલન 2 વર્ષ પહેલા ચાલતું હતું ત્યારે શાળાની પરવા કર્યા વગર ગામની પરવા કરવા સંજય યોગી આંદોલન મા જોડાયા હતા અને ત્યારબાદ અંબાજી કોટેજ હોસ્પિટલ સરકારી હોસ્પીટલ બન્યુ હતુ.

Amit Patel

Amit Patel

Right Click Disabled!