વોચમેનને યુપીનો ભિખારી કહી માર મારતા ભાજપા નેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

વોચમેનને યુપીનો ભિખારી કહી માર મારતા ભાજપા નેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
Spread the love

અમદાવાદ,
અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી પંચમ સોસાયટીમાં ‘તું ગાડી કોને હટાવવાનું કહે છે’. હું ભાજપનો અભિવક્તા છું કહી ભાજપના નેતા કિશનસિંહ સોલંકી અને અન્ય એક શખ્સએ વોચમેનને માર માર્યો હતો. તું યુ.પીનો ભિખારી છે અને બે પૈસાની નોકરી છે. ગુજરાતમાં કોઈ ગાડી ચાલકને ગાડી હટાવવાનું કહેવાનું નહીં કહી માર માર્યો હતો. ઉપરાંત સોસાયટીના ચેરમેનને પણ હું ગુજરાત ભાજપનો અભિવક્તા છું કહી ધમકી આપી હતી. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મૂળ ઉત્તરપ્રદેશના સવાજપૂરના રહેવાસી અને વસ્ત્રાપુરની પંચમ સોસાયટીમાં રહેતા રાજાબક્ષ ચૌહાણ વોચમેન તરીકે નોકરી કરે છે. સોસાયટીના ગેટ પાસે શુક્રવારે સાંજે એક શખ્સએ પોતાની ગાડી લોકોને અડચણરૂપ થાય તે રીતે પાર્ક કરી હતી. જેથી રાજાબક્ષે ગાડીને સાઈડમાં પાર્ક કરવાનું કહેતા ‘તું ગાડી કોને હટાવવાનું કહે છે’. હું ભાજપનો અભિવકતા છું. તેમ કÌšં હતું. બાદમાં અન્ય એક શખ્સ ગાડીમાંથી ઉતર્યો હતો અને તેને માર માર્યો હતો. કિશનસિંહ અને બીજા શખ્સએ તું યુ.પીનો ભિખારી છે અને બે પૈસાની નોકરી છે. ગુજરાતમાં કોઈ ગાડીચાલકને ગાડી હટાવવાનું કહેવાનું નહીં કહી ફરી માર માર્યો હતો. જેથી સોસાયટીના લોકો વચ્ચે પડી અને છોડાવ્યા હતા. ત્યારબાદ ત્યાંથી બંને જતા રહ્યા હતા.
એકાદ કલાક પછી બંને પરત આવ્યા હતા અને કિશનસિંહે સોસાયટીના ચેરમેનને પણ હું ગુજરાત ભાજપનો અભિવક્તા છું. તારા જેવા ૫૦૦ ચેરમેનને ખિસ્સામાં લઈને ફરું છું કહી ધમકી આપી હતી. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!