દાંતા તાલુકામાં 7 મી આર્થિક ગણના અનુસનધાને મામલદાર ખાતે સુપરવાઈઝર અને ઇન્યુમેટર તાલીમ

દાંતા તાલુકામાં 7 મી આર્થિક ગણના અનુસનધાને મામલદાર ખાતે સુપરવાઈઝર અને ઇન્યુમેટર તાલીમ
Spread the love

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આજ રોજ 7 મી આર્થિક ગણના ની મિટિંગ યોજવામાં આવી અને આજથી 7 મી ગણના ની શુભ શરૂઆત દાંતા તાલુકામાંથી કરવામાં આવી હતી. 7 મી આર્થિક ગણના અંગેની પ્રવુતિની કામગિરી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના હસ્તે તા.15 જાન્યુઆરી 2020ના રોજ ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી ભારત સરકાર ના મિનિસ્ટ્રી ઓફ સ્ટેટીક્સ અને પોગ્રામ ઇમ્પ્લી મેન્ટેશન દ્વારા સમગ્ર ભારત દેશમાં 7 મી આર્થીક ગણતરી હાથ ધરવામાં આવી રહી છે 7 મી આર્થીક ગણતરી ફિલ્ડવર્ક અને પ્રથમ કક્ષાના 100% સુપર વિઝન કામગીરી ભારત સરકાર દ્વારા કોમન સર્વિસ સેન્ટર ને સોંપવામાં આવી
7મી આર્થીક ગણતરીની કામગીરી પ્રથમવાર મોબાઈલ એપ્લિકેશન નો ઉપયોગ કરવામાં આવશે.

7મી આર્થીક ગણતરી  તમામ ઘરોની રૂબરૂ મુલાકાત લઈ ઘરની પ્રાથમિક માહિતી અને કુટુંબના વ્યક્તિઓ દ્વારા ઘરમાં ચાલતી આર્થીક પ્રવૃતિઓ અને ઘરની બહાર કોઈ ચોક્કસ માળખા વગર કરવામાં આવતી પ્રવૃતિઓ જેવી કે લારી.રીક્ષા.દુકાન ઓફીસ કારખાના વગેરે તમામ પ્રકારની માહિતી જેતે સ્થળ પર જઈ એકત્ર કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં 7મી આર્થીક ગણતરી ના ભાગરૂપે મિટિંગ યોજવામાં આવી તેમાં સી.એસ.સી.ના મેનેજર સંજયભાઈ પ્રજાપતિ અને વિનોદભાઈ રનાવાસિયા ઉપસ્થિત રહયા હતા અને તમામ સુપરવાઈઝરોને 7મી આર્થીક ગણના વિસે માહિતી આપવામાં આવી..

Amit Patel

Amit Patel

Right Click Disabled!