“ગંદકી ગુજરાત કી” અંબાજીમાં સરકારી હોસ્પીટલ પાસે ધમધમે છે કતલખાનું ! આ રહ્યા પુરાવા…

“ગંદકી ગુજરાત કી” અંબાજીમાં સરકારી હોસ્પીટલ પાસે ધમધમે છે કતલખાનું ! આ રહ્યા પુરાવા…
Spread the love

આઈ લવ માય ઇન્ડિયા ,આઈ લવ માય ગુજરાતની વાતો નેટ પર અને સોશીયલ મીડિયા પર જોવા અને સાંભળવા મળે છે ,આખા વિશ્વ મા જેની ગણના થાય છે તે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ગુજરાત અને ભારત દેશનું ગૌરવ છે, આ ધામ ની ધરતી ઉપર પગ મુકતા જ માતાજીના આશીર્વાદ મળ્યાનો અનેરો આનંદ થાય છે , દેશ મા 2014 થી ભાજપ ની સરકાર છે ગુજરાતમાં છેલ્લા 22 વર્ષ કરતા વધુ સમય થી ભાજપની સરકાર છે , ગુજરાતના પનોતા પુત્ર અને ભારત દેશના લોકપ્રિય પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી જ્યાં સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા ત્યા સુધી તેવો અંબાજી ધામમા નવરાત્રી પર્વ મનાવવા આવતા હતા અને માતાજીના દર્શન કરવા આવતા હતા, હાલના ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી  પણ અંબાજી ધામમા વર્ષમા ત્રણ થી ચાર વખત માતાજીના દર્શન કરવા આવે છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તક ની અંબાજી મંદિર ની કોલેજ સામે જોડ વિસ્તારમા જાહેરમા એક માથાભારે વ્યક્તિ તરફથી અહીં કતલખાનું ચાલી રહ્યું છે, અહીં રોજના ઘણા પશુની કત્લેઆમ ચાલે છે તેમ છતાય પોલીસ ના ચોપડે અંબાજી ધામ મા કોઈજ કતલખાનું  નોંધાયેલું નથી અને નવાઈની વાત એ છે કે ધર્મના નામે ઝન્ડો લઇ ફરતા ધર્મપ્રેમી જનતા આ બાબતે મૌન છે.

અંબાજી “વેજીટેરીયન ઝોન”ના ધજાગરા, મુખ્યમંત્રીની જાહેરાતનું સુરસુરીયું

25 જાન્યુઆરી ના દિવસે યાત્રાધામ અંબાજી ખાતે આવી જુની કોલેજ મા જાહેરાત કરનારા ગુજરાત ના લોકપ્રિય મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી  એ કહ્યું હતુ કે આ ધામને આજથી  “વેજીટેરીયન ઝોન” જાહેર કરવામાં આવે છે ,પણ આ જાહેરાત સુરસુરિયું સાબિત થઇ છે કેમકે અંબાજી મંદિર ની કોલેજ સામે જ આ માથભારે રહીમ નું કતલખાનું ચાલી રહ્યું છે ,પોલીસ ને હજી સુધી આ કતલ ખાનું ન દેખાયું હોય તો આ સમાચાર સાથે પુરાવા પણ મીડિયા દ્વારા જોડવામાં આવ્યા છે ,ગુજરાત ના ગૃહમંત્રી અને ડીજીપી તાત્કાલીક પગલાં ભરે

ગુજરાત ના મુખ્યમંત્રી અંબાજી પીઆઇ ને સસ્પેન્ડ કરે

જ્યારથી અંબાજી ખાતે નવા પીઆઇ અગ્રાવત આવ્યા છે ત્યારથી આ ધામ મા બે નંબર ની બદીઓ વધવા પામી છે ,થૉડા દિવસ પહેલા ટીનીયો ઠાકોર જાહેર માં ઇંગ્લીશ દારૂ વેચતો વિડિઓ વાઇરલ થયો હતો ત્યારબાદ આજે આ કતલખાના મા પશુની હત્યા કરતા વિડિઓ જાહેર થયા હોઈ અંબાજી પીઆઇ ને ગુજરાત ના લોકપ્રિય મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી  તાત્કાલીક ધોરણે સસ્પેન્ડ કરે અને અંબાજી ના કતલખાના ચલાવતા રહીમ પર જાહેરનામા ના ભંગ બદલ ગુનો દાખલ કરે તેવી માંગ ઉઠવા પામી છે.

પાલનપુર મત્સય ઉધોગ તરફથી માછલાં વેચવાના લાયસન્સ આપવામાં આવ્યા હતા

અંબાજીના જાગૃત નાગરીક મગન લાલ મીણા તરફથી સ્વાગત ઓનલાઇન મા ફરીયાદ કરતા જાણવા મળ્યું હતું કે કલૅક્ટર ઓફિસ પાછળ આવેલી મત્સ્ય ઉધોગ વિભાગ ની કચેરી તરફથી અંબાજીના બે લોકોને માછલાં વેચવાના લાયસન્સ આપવામાં આવ્યા હતા તે પણ ગુજરાતના મુખ્યમંત્રીની જાહેરાત બાદ અપાયા હતા અને આ બાબતે  22  જાન્યુઆરીના રોજ સ્વાગત ઓનલાઇન દાંતા ખાતે આ બાબતે વધુ માહિતી અરજદાર મગન મીણાને આપવામાં આવશે, લાયસન્સ લેનાર લોકોના નામ [મત્સય ઉધોગની કચેરીથી મળેલ યાદી પ્રમાણે] [1] કુરેશી ફૈજુદ્દીન જલાલુદીન
[2] કુરેશી બાબુલાલ મુન્નાલાલ

રિપોર્ટ : અમિત પટેલ (અંબાજી)

Amit Patel

Amit Patel

Right Click Disabled!