દિયોદર નવા રોડ પર આવેલ શ્રી મનોરમા હોસ્પિટલમાં ગૌ મંગલ મહોત્સવ યોજાયો

દિયોદર નવા રોડ પર આવેલ શ્રી મનોરમા હોસ્પિટલમાં ગૌ મંગલ મહોત્સવ યોજાયો
Spread the love
  • પરમ શ્રધ્યેય ગૌઋષિ સ્વામીશ્રી દત્તશરણાનંદજી મહારાજ પધાર્યા હતા.

દિયોદર નવા રોડ પર શ્રી મનોરમા ગૌ સેવા ટ્રસ્ટ દિયોદર દ્વારા શ્રી મનોરમા ગૌ મંગલ ઉત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું. આ મંગલ અવસરે વૈદિક ગૌ પૂજન તથા સુરભી યજ્ઞનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર મહંત શ્રી કનીરામ બાપૂ (શ્રી વડવાળા દુધરેજ ધામ), પરમ પૂજ્ય બ્રહ્મચારી મહારાજ શ્રી વાલજી દાસબાપુ (રાંટીલા), પરમ પૂજય બ્રહ્મચારી શ્યામ સ્વરૂપદાસજી મહારાજ (ઉજ્જનવાડા – ઉંડાઈ) સહિત અનેક સંતશ્રીઓની પાવક ઉપસ્થિતિમાં દાતાશ્રીઓનું સન્માન કરાયું હતું. આ ગૌ ચિકિત્સાલયને દાતાશ્રીઓ એ ખુબજ ઉદાર ભાવે દાનની સરવાણી વહાવી હતી. જેમાં 5.61000 (પાંચ લાખ એકસઠ હજાર)  ગં સ્વ. મણીબેન માવજીભાઈ પટેલ હસ્તે જયોત્સનાબેન  હસમુખલાલ  પટેલ ડીસા દ્વારા અપાયું હતું.

આ કાર્યક્રમ દરમિયાન પથમેડા ગૌ ધામ મહાતીર્થ પથમેડા (રાજસ્થાન) થી પધારેલ પરમ શ્રધ્યેય ગૌઋષિ સ્વામીશ્રી દત્તશરણાનંદજી મહારાજ ના પાવન પગલાં પાડયા હતા. તેઓએ આ ગૌ ચિકિત્સાલય જોઈ ભાવ વિભોર બની ગયા હતા. તેઓએ  ઉપસ્થિત ગૌ-ભક્તોને સુરભી નું નામ સત્ય છે પરમાત્મા પણ સત્ય છે સત્યનો આશરો લેનાર નિર્ભય બની જાય છે. બધી જ પ્રાણીઓને અભયદાન દેનાર અજર-અમર નિર્ભય બની જાય છે. માત્ર મનુષ્ય જ નિર્ભય પદ મેળવી શકે છે મનુષ્ય જ એક માત્ર અભયદાન આપી શકે છે. અભયદાન શ્રેષ્ઠ છે અભયદાન માં પણ ગૌ-વંશ ને બચાવવું ઉત્તમ છે આ હોસ્પિટલ દ્વારા મૂંગા પ્રાણીઓ કે જે ઘાયલ છે તે તેમની વેદના પણ વ્યક્ત કરી શકતી નથી. તેની સારવાર કરવી એટલે પુણ્યકાર્ય  છે. અભયદાન ની દિશામાં આ પ્રથમ ચરણ છે.

ગૌ-સેવા મહાન છે. ઘાસ, ચારા, દાણાની  વ્યવસ્થાની સાથે ગૌ-ચિકિત્સાલય  ખૂબ જ અગત્યની  છે. જેટલા પુજાતકર્મે છે. તેમાં ગૌ-સેવાનું વિશેષ મહત્વ છે. ગૌ-માતા તેની પીડા શું છે તેવી ચિકિત્સક જ જાણી શકે છે. જેને ઇજા પહોંચી છે તેની સાથે બદલો પણ નથી લઈ શકતી  તેનો ઉપચાર કરી શકો તે મહા- પુણ્ય જ છે. આમ ગૌ -ચિકિત્સલયનો મહા-મહિમા સમજાવ્યો હતો. દિયોદર તાલુકાના અગ્રણીઓ ગૌ-ભક્તો ,દાતાશ્રીઓ વગેરે ઉપસ્થિત રહી ગૌ મંગલ ઉત્સવને પાવન બનાવ્યો હતો.

રઘુભાઈ નાઈ (દિયોદર)

Admin

Admin

9909969099
Right Click Disabled!