LRD ભરતી મુદ્દે રાજપુત કરણી સેના દિયોદર અને ક્ષત્રિય યુવક સંઘના અનુક્રમે આવેદનપત્ર

LRD ભરતી મુદ્દે રાજપુત કરણી સેના દિયોદર અને ક્ષત્રિય યુવક સંઘના અનુક્રમે આવેદનપત્ર
Spread the love

સરકાર સામે આવતા પણ અચકાશુ નહી : કરણી સેના, દિયોદર

રાજપુત કરણી સેના દિયોદર અને ક્ષત્રિય યુવક સંઘ દ્વારા  દિયોદર  પ્રાંત કચેરી માં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આવેદનપત્રમાં જણાવ્યું હતું કે એલઆરડીની ભરતી પ્રક્રિયામાં બિન અનામત વર્ગના લોકોને અન્યાય ન થાય તે માટે સરકારે જી.એ.ડી ના તારીખ ૦૧/૦૮/૨૦૧૮ ના પરિપત્ર માં  વિગતવાર સ્પષ્ટીકરણ  કરેલું છે. જોકે પરિપત્ર રદ કરવા જુદા જુદા વર્ગો દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી રહી છે ખરેખર બિન અનામત વર્ગ ની તાજેતરની એલઆરડી ભરતીમાં મહિલાઓને અન્યાયકર્તા છે.

જો આ  પરિપત્ર રદ થાય તો જુદા જુદા વર્ગોમાં વર્ગ વિગ્રહ ઉભો થવાની પૂરે પૂરી આશંકા રહેલી છે વળી સરકારનામાં બેઠેલા જન પ્રતિનિધિ ઓ આ પરિપત્ર રદ કરવાની બેહુદી માગણી કરી રહ્યા છે જે બિન અનામત વર્ગને ખરેખર અન્યાયકર્તા છે. જોકે વધુમાં કરણી સેનાના પ્રમુખ એ જણાવ્યું હતું કે સરકારથી સરકાર દ્વારા બિન અનામત વર્ગને આપવામાં આવેલા કોઈપણ લાભ છીનવી લેવામાં આવશે તો સરકાર સામે આવતા અમે અચકાશું નહિ.

રઘુભાઈ નાઈ (દિયોદર)

Admin

Admin

9909969099
Right Click Disabled!