કાંકરેજ : ઝાલમોર ખાતે ” નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે ” ની ઉજવણી કરવામાં આવી..
સમાજમાં પુરુષ અને સ્ત્રી નું પ્રમાણ સમતોલ રાખવાના હેતુથી સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવવા માટે ભારત સરકારે દ્વારા થી ૧૮ થી ૨૪ જાન્યુઆરીના રોજ નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે ની ઉજવણી કરવામાં આવતી હોય છે જેનાથી સમુદાયમાં લોકો ભાગીદારી વધે તે હેતુથી બેટી બચાવો બેટી પઢાવો ના થીમ સાથે પ્રચાર પ્રસાર કક્ષાએ તેમજ શહેરી કક્ષાએ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે કાંકરેજ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જાલમોર ખાતે ટી.એચ.ઓ ડોક્ટર બ્રિજેશ વ્યાસ ના માર્ગદર્શન હેઠળ એ MO કુલદીપ ચાવડા, ડોક્ટર ભગવતીબેન ઠાકોર, ડોક્ટર નરેશ ભાઈ ચૌધરી, સુપરવાઈઝર એમ. બી .રાઠોડ, ગીતાબેન વાઘેલા ,પી.એચ.સી સુપરવિઝનમાં ઝાલમોર psc તેમજ એફ. એચ.પી.ડબલ્યુ,પી. એચ. ડબ્લ્યુ ,બ આશાવર્કરો ગ્રામ સંજીવની સમિતિ ના સભ્યો દ્વારા બેટી વધાવો સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમ અંતર્ગત ગામ રેલી નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અને આઈ. ઈ. સી તેમજ મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું અને ગામ સંજીવની સમિતિ દ્વારા પ્રતિજ્ઞા પણ લીધી હતી . હું આજથી પ્રતિજ્ઞા લઉં છું કે હું મારા ઘરમાં ,કુટુંબમાં, સમાજમાં, ગામમાં કે શહેરમાં થતી સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવીશ, સ્ત્રીઓના ગર્ભ માં આવનાર તમામ બાળકોને પૃથ્વી પર અવતરવા માટે તક પૂરી પાડીશ જેવી પ્રતિજ્ઞા પણ લીધી હતી…
રઘુભાઈ નાઈ દિયોદર….