નાનીકડીમાં ફાયરિંગની ઘટનાની આશંકા થી પોલીસની દોડધામ
નાનીકડી ગામમાં ગુરુવારે સાંજના સમયે એકજ કુટુંબ ના સભ્યો વચ્ચે કોઈ નાની વાતમાં રકઝક બાદ ફાયરીંગ થયું હોવાની આશંકા થી મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને કડી પોલીસ દ્વારા નાની કડી ગામમાં તપાસ નો દોર આરંભી દેવામાં આવ્યો છે. નાનીકડી ગામમાં એકજ કુટુંબના સભ્યો વચ્ચે બોલાચાલી બાદ ફાયરીંગ થી એક મહિલા ઘાયલ થયી હોવાની માહિતી મહેસાણા જિલ્લા પોલીસ વડા મનિષસિંહ ને મળતા તેમણે મહેસાણા એલ.સી.બી.તેમજ કડી પોલીસ તથા વિવિધ તપાસ એજન્સીઓને ઘટનાની તપાસ સોંપી છે.કડી પોલીસના પી.એસ.આઈ.રબારી,હે.પો.કો.શૈલેષભાઈ, એ.એસ.આઈ.દિનેશભાઇ પરીખ, ભગવાનજી ઠાકોર સહિતના અધિકારીઓએ ગામમાં તપાસ આરંભી છે.છેલ્લે મળતી માહિતી મુજબ પોલીસને હજુ સુધી કોઈ સુરાગ મળ્યા નથી.