જાંબુડિયા પ્રાથમિક શાળામાંથી સી.સી.ટી.વી. કેમેરા ચોરાયાની ફરિયાદ

Spread the love

મોરબી તાલુકાના જાંબુડિયા ગામની સરકારી પ્રાથમિક શાળામાંથી સી.સી.ટી.વી. કેમેરા ચોરાયાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. જાંબુડિયા પ્રાથમિક શાળાના બિલ્ડીંગમાં મુખ્ય દિવાલ ઉપર લગાવેલ સી.સી.ટી.વી. કેમેરા હીકવીસીન કંપનીનો મોડલ નં. DS-2CE16DOT-VFIR3F કિ.રૂ. 6700ને તા.૦૮/૧૧/૨૦૧૯ થી ૧૨/૧૧/૨૦૧૯ ના સવાર સાડા નવેક વાગ્યા દરમ્યાન કોઇ અજાણ્યો માણસ ચોરી કરી લઇ નાસી છૂટ્યો હતો. ગઈકાલે તા. 23 જાન્યુઆરીના રોજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નયનભાઇ હિમંતભાઇ ભોજાણી (ઉ.વ.૫૦, ધંધો- નોકરી, રહે. રવાપર જ્યોતિપાર્ક સોસાયટી, એસ.એમ.પી. ટાવર)એ ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે ચોરને પકડવા તજવીજ હાથ ધરી છે.

રીપોર્ટ : જનક રાજા (મોરબી)

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!