નર્મદાના ગુરુ-શિષ્યોએ જીમનાસ્ટીકસ સ્પર્ધામા રાજયકક્ષાએ મેદાન માર્યુ

નર્મદાના ગુરુ-શિષ્યોએ જીમનાસ્ટીકસ સ્પર્ધામા રાજયકક્ષાએ મેદાન માર્યુ
Spread the love

નર્મદા જિલ્લાના ગુરુ અને શિષ્યોએ જીમનાસ્ટીકસની સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ ડંકો વગાડી રાજપીપળા શહેર અને જિલ્લાનું નામ રાજ્યકક્ષાએ રોશન કર્યું છે અને સમાજમાં એક આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગુજરાત જીમનાસ્ટીકસ એસોસિએશન દ્વારા તારીખ 17/18/19 આયોજિત વાસમપોર (મરોલી) મૂકામે યોજાયેલ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં નર્મદા પોલીસ જવાન સતીશકુમાર વાઘના સુપુત્ર ટ્રેમપોલિયમ જીમ્નાસ્ટીકસમાં દેવ સતીશકુમાર વાઘે સબ જુનિયર વિભાગમાં સતત બીજા વર્ષે સિલ્વર મેડલ મેળવ્યો છે અને વૈભવ સતીશકુમાર વાઘની 4થા ક્રમે રહી રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થઈછે.જ્યારે તેઓના કોચ અને ગુરુ એવા બીપીનચંદ્ર બાબુભાઇ વસાવાએ સિનિયર વિભાગમાં ગોલ્ડ મેડલ મેળવ્યોછે  તો એમની દીકરી રિધ્ધિ બીપીનચંદ્ર વસાવાએ સબ જુનિયર વિભાગમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે અને ઉત્સવ તડવીએ બ્રોન્ઝ મેડલ મેળવી નર્મદા જિલ્લાનું નામ રોશન કર્યુ છે.

તસવીર :જ્યોતિ  જગતાપ , રાજપીપલા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!