સીએસ ફાઉન્ડેશનના પરિણામમાં ૨ સુરતી વિદ્યાર્થીઓ ઝળક્યા
સુરત,
ઇÂન્સ્ટટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા દ્વારા ગત ડિસેમ્બર ૨૦૧૯માં લેવામાં આવેલી સીએસ ફાઉન્ડેશન પરીક્ષાનું પરીણામ શનિવારે જાહેર કરવામાં આવતા સુરતના બે વિદ્યાર્થીઓ ટોપ ૫૦ રેન્કમાં ઉતીર્ણ થયા છે.
સીએસ ફાઉન્ડેશનનું સમગ્ર દેશનું પરિણામ ૬૭.૧૪ ટકા આવ્યું છે જ્યારે સુરતનું પરિણામ ૬૦.૫૫ ટકા રહ્યું છે. સુરતની તેજસ્વી વિદ્યાર્થીની નિશિ ચેતન શાહે સમગ્ર દેશના ટોપ ૫૦ વિદ્યાર્થીઓમાં ૧૭મો રેન્ક પ્રાપ્ત કરીને સુરતનું ગૌરવ વધાર્યું છે જ્યારે અફીફા ઇસ્માઇલ ડુમસીઆ સમગ્ર દેશના ટોપ ૫૦ વિદ્યાર્થીઓમાં ૨૨માં સ્થાને રહી છે.
નિશિ શાહ સુરતમાં પ્રથમ સ્થાને રહી છે જ્યારે અફીફા ઇસ્માઇલ ડુમસીઆ સુરત સેન્ટરમાં ચોથા સ્થાને રહી છે. નિશિએ ૪૦૦માંથી ૩૩૦ માર્ક્સ મેળવીને સુરતનું ગૌરવ વધાર્યું છે જ્યારે અફીફાના ૩૨૦ માર્ક્સ આવ્યા છે. બે વિદ્યાથીઓ મેદાન મારી ગયા છે.