આગમાં બિસ્માર થતા રઘુવીર માર્કેટને સીલ કરાયું

આગમાં બિસ્માર થતા રઘુવીર માર્કેટને સીલ કરાયું
Spread the love

સુરત,
સુરતના કુંભારીયા રોડ પર આવેલી રઘુવીર માર્કેટમાં ૪ દિવસ પહેલા એટલે કે મંગળવારની વહેલી સવારે અચાનક આગ લાગી જવા પામી હતી. આગની જાણકારી મળતા ફાયર વિભાગ સવારે ૪ વાગે પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરુ કર્યો હતો. જાકે આગ વધુ વિકરાળ હોવાને લઇને સુરતના તમામ ફાયર ફાઈટર સાથે સુરત નજીક સચિન, પલસાણા, કડોદરા, બારડોલી અને હજીરા વિસ્તારના ફાયરની મદદ લેવામાં આવી હતી. આગ ઓલવવા એનડીઆરએફની પણ મદદ લેવામાં આવી હતી. અંદાજિત ૪ કરોડ લીટર પાણી સાથે ૭૦ ફાયટર અને ૩૦૦ ફાયર કર્મચારીની મદદને પગલે ૨૪ કલાક બાદ આગ કાબુમાં આવી હતી. જાકે આ બિÂલ્ડંગમાં લાગેલ એલિવેશનને લઇને ફાયર વિભાગને ખુબ જ મહેનત કરવી પડી હતી.

૨૪ કલાક ચાલેલી આગને લઇને આ બિÂલ્ડંગ બિસ્માર બની છે. અંદર સ્લેપના પોપડા પણ ખરી પળ્યા છે અને આ મિલ્કત જાખમી હોવાને લઇને તંત્ર દ્વારા આ મિલ્કતને તાત્કાલિક અસરથી સીલ મારવામાં આવી હતી. આ બિÂલ્ડંગના પ્રવેશ દ્વારા પર તંત્ર દ્વારા ચેતવણી આપતા બેનર પણ લગાવામાં આવ્યા છે અને લોકોને આ મિલ્કત ભયજનક હોવાને લઇને આ મિલ્કતમાં પ્રવેશ નહીં કરવાની ચેતવણી આપવામાં આવી છે. આગામી એકાદ બે દિવસમાં આ માર્કેટ ઉતારી પાડવાની કાર્યવાહી પણ શરુ કરવામાં આવશે.

Admin

Admin

9909969099
Right Click Disabled!