ઓલપાડ તાલુકાના એરથાણ ખાતે આરોગ્ય કેન્દ્રના નવા મકાનનું ભૂમિપૂજન

ઓલપાડ તાલુકાના એરથાણ ખાતે આરોગ્ય કેન્દ્રના નવા મકાનનું ભૂમિપૂજન
Spread the love

સુરત,
ઓલપાડ તાલુકાના એરથાણ ખાતે ધારાસભ્ય મુકેશભાઈ પટેલના હસ્તે આરોગ્ય કેન્દ્રના નવા મકાનનું ભૂમિપૂજન કરાયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઓલપાડ તાલુકાના એરથાણ ગામની આસપાસના ગામોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ થઇ શકશે. ઓલપાડ તાલુકામાં સ્વાસ્થ્યની સારી કામગીરી સારી હોવાના કારણે રોગચાળાનું પ્રમાણ નીચું રહ્યું છે. આરોગ્ય કર્મીઓ સજાગ રહી ગ્રામજનોને રોગમુક્ત અને સ્વસ્થ રાખવા યોગદાન આપે તેવો અનુરોધ કર્યો હતો.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.કે. કોયાએ ગ્રામજનોને ઉપયોગી બની રહે તે પ્રકારે આ નવા આરોગ્ય ભવનનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે. જિલ્લામાં આરોગ્ય, શિક્ષણ, રોડ રસ્તા જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરી ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ શહેરો સમકક્ષ જીવનધોરણ પ્રદાન કરવા પર કામગીરી થઇ રહી હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના આરોગ્ય અધ્યક્ષશ્રી કિશોરભાઈ, કારોબારી અધ્યક્ષશ્રી હિતેશભાઈ વાંસિયા, ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ જયાબેન ભગવાકર, બાંધકામ સમિતિના ચેરમેન શ્રીમતિ ગીતાબેન પટેલ, સહિત આરોગ્ય શાખાના અધિકારીઓ-ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!