અમદાવાદમાં યોજાશે “કેમ છો ટ્રમ્પ”, ગુજરાતમાં ડોનાલ્ડ ટ્રમ્પને લાવવા પાછળ મોદી સરકારનું ખાસ ગણિત…!

અમદાવાદમાં યોજાશે “કેમ છો ટ્રમ્પ”, ગુજરાતમાં ડોનાલ્ડ ટ્રમ્પને લાવવા પાછળ મોદી સરકારનું ખાસ ગણિત…!
Spread the love

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી ફેબ્રુઆરીમાં ભારતની મુલાકાતે આવી રહ્યાં છે. તેમાંય ટ્રમ્પ ગુજરાત પણ આવી શકે છે. ૨૫મી ફેબ્રુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદમાં આવશે. નરેન્દ્ર મોદી જયારે અમેરિકાના પ્રવાસે ગયા હતા ત્યારે હ્યૂસહનમાં “હાઉડી મોદી” કાર્યક્રમ યોજાયો હતો. આ તર્જ પર અમદાવાદમાં “કેમ છો ટ્રમ્પ” કાર્યક્રમનું આયોજન થઇ રહ્યું છે.

રૂપિયા 20 કરોડના ખર્ચે મોટેરા સ્ટેડિયમમાં હાઉડી મોદીની જેમ રંગારંગ કાર્યક્રમ યોજવા ગુજરાત સરકારે તૈયારીઓ કરી છે. હાલમાં આખાય ભારતમાં સીએએ-એનઆરસીના મુદ્દે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યાં છે. ત્યારે જો દિલ્હીમાં હાઉડી મોદી જેવા કાર્યક્રમ કરવામાં આવે તો કેટલીય સંસ્થાઓ-વિધાર્થી સંગઠનો વિરોધ કરી શકે છે. આ જોતા મોદી સરકારે અમદાવાદમાં ” કેમ છો ટ્રમ્પ” કાર્યક્રમ યોજવા નક્કી કર્યું છે. મુખ્ય સચિવ અનિલ મૂકીમેં અમદાવાદ મ્યુનિ. કમિશનર સાથે બેઠક યોજી તૈયારીઓ કરી છે.

અલ્પેશ રાઠોડ (અમદાવાદ)

Admin

Admin

9909969099
Right Click Disabled!