બોટાદ ટોબેકો સ્ટિયરીગ કમિટી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું

બોટાદ ટોબેકો સ્ટિયરીગ કમિટી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું
Spread the love

સરકારશ્રીના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ટોબેકો ડિસ્ટ્રિક્ટ લેવલ કોર્ડીનેશન કમિટી,ટોબેકો સ્ટિયરિંગ કમિટી મીટીંગનું આયોજન તા.૬/૨/૨૦૨૦નાં જીલ્લા કલેક્ટરશ્રી વિશાલ ગુપ્તા અને જીલ્લા વિકાસ અધિકારીશ્રી લલિત નારાયણસિંગ સાંદુની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ,કોન્ફરન્સ હોલ બોટાદ ખાતે સવારે ૧૧:૨૫ વાગ્યા થી ૧૧:૪૫ વાગ્યા સુધી કરવામાં આવી હતી. તમાકુ વિરોધી કાયદો “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ” (કોટપા-૨૦૦૩)નું સધન અમલીકરણ થાય તે હેતુથી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.એ.કે.તાવીયાડ દ્વારા હાજર રહેલ તમામ કમિટી મેમ્બરનું શાબ્દિક સ્વાગત કરી મીટીંગની શરૂઆત કરવામાં આવી હતી.

બોટાદ જીલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે ટાસ્ક ફોર્સ સ્કવોડ કાર્યરત છે.જેઓએ નિયમિત ચેકીંગની કામગીરી શરુ રાખવી.જેમાં “તમાકુ થી કેન્સર થાય છે” અને “૧૮ વર્ષથી નાની ઉંમરની વ્યક્તિને તમાકુ નું વેચાણ એ દંડનીય ગુનો છે” અને “સિગારેટ તથા બીડીના છુટક વેચાણ પ્રતિબંધિત છે.” એવું લખાણ સાથે નિર્દિષ્ટ આરોગ્ય –વિષયક ચેતવણી વિના સિગારેટસ અને તમાકુની અન્ય બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ.બીડી,બીસ્ટોલ/સિગારેટના પેકેટ ઉપર ૮૫% ભાગમાં  “તમાકુ જીવલેણ છે, તમાકુના સેવનથી કેન્સર થાય છે.” તેવું સચિત્ર ચેતવણી જેવી બાબતો સાથે પાકા બીલ વગરની પરદેશી બનાવટની ઈમ્પોટેડ સિગારેટનું બિન અધિકૃત રીતે વેચાણ એ વગેરે બાબતો આવરી લેવી જોઈએ એવું જણાવેલ.

ઉપરાંત શાળાની ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુ કે તમાકુની બનાવટો વેચવું એ ગુનો છે.જે માટે તમામ પ્રાથમિક,માધ્યમિક શાળા અને કોલેજો અન્ય શૈક્ષણિક સંસ્થાઓએ તેમની આજુબાજુના પાનના ગલ્લા અને વેચાણ સ્થળોને દુકાનદારોને જાણ કરી સ્થાનિક પોલીસની મદદથી તાત્કાલિક અસરથી દુર કરવા જણાવવામાં આવ્યું.દરેક વિભાગો સરકારી,અર્ધ સરકારી વિભાગો,નિગમો,બેંકો,નગરપાલિકા, બસ સ્ટેન્ડ, ગ્રામપંચાયત, સિનેમા ધરો વેગેરે જાહેર જગ્યા ઉપર સંલગ્ન વિભાગ દ્વારા“સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ” (કોટપા-૨૦૦૩)નું સધન અમલીકરણ કરી દંડ વસુલાતની કામગીરી કરવાની રહેશે અને તેની જાણ દર માસની ૧ તારિખ સુધીમાં લેખિતમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી, જીલ્લા પંચાયત ભવન,ખસ રોડ, બોટાદને કરવાની રહેશે. અંતે હાજર રહેલ એપેડેમીક મેડીકલ ઓફિસરશ્રી ડૉ. આર. આર. ચૌહાણ દ્રારા ઉપસ્થિત પોલીસ વિભાગ, શૈક્ષણિક વિભાગ,નગરપાલિકા, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ,પુરવઠા વિભાગ, માહિતી વિભાગ, પ્રિન્સીપાલશ્રી, કવિ બોટાદકર કોલેજ, ખેતીવાડી વિભાગ વગેરેનો આભાર માની મીટીંગ પૂર્ણ કરવામાં આવી હતી.

રિપોર્ટ : નટવરલાલ ભાતિયા

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!