દિલ્હી ચૂંટણીનો સંદેશો : લોકો ભાજપાથી તંગ આવી ગયા છે…..!?

દિલ્હી ચૂંટણીનો સંદેશો : લોકો ભાજપાથી તંગ આવી ગયા છે…..!?
Spread the love

દિલ્હીની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોએ બતાવી દીધું છે કે હવે સમગ્ર દેશની પ્રજા ભાજપા સરકારથી તંગ આવી ગઈ છે….! કારણકે મોંઘવારી,મંદી, આર્થિક બેહાલી, બેરોજગારી સહિતના લોકોના પ્રશ્નો હલ કરવા માટે જેમની જવાબદારી છે કેન્દ્ર સરકાર આવા મુદ્દાઓ ભુલાવી દેવા એક પછી એક એવા નિર્ણયો લેવા લાગી કે દેશની આમ પ્રજા તંગ આવી ગઈ છે, હેરાન-પરેશાન થઈ ગઈ છે.. ભાજપાની કઠણાઈ મહારાષ્ટ્ર રાજ્યમાં સત્તા ગુમાવ્યા પછી શરૂ થઈ ગઈ છે…..! જે એક પછી એક રાજ્યમાં નીચલા સ્તરે ઉતરતી જઈ રહી છે…. ઝારખંડ ગુમાવ્યા છતાં સમજી ન શક્યો અને હરિયાણામાં આમ પ્રજાના નાણાનો બ્રષ્ટાચાર કરવામાં જેલની સજા ભોગવતા ચૌટાલાજીના પિતા-દાદાને છોડવા પડયા ત્યારે ટેકાવાળી ભાજપાની સરકાર બની. તેમ રાજકીય પંડિતો કહી રહ્યા છે.

તો દિલ્હી ચૂંટણી પહેલા ભાજપા પ્રદેશ પ્રમુખ મનોજ તિવારીએ ચૂંટણીના પાંચ દિવસ પહેલા તેમના રાષ્ટ્રીય પ્રમુખ નડ્ડાજીને પત્ર લખી જણાવ્યું હતું કે વડાપ્રધાન અને ગૃહમંત્રી જેવાને ચૂંટણી પ્રચારથી દૂર રાખો નહીં તો હાર થતાં તેમના ઉપર દોષનો ટોપલો ઢોળાશે…. પરંતુ તેમનું સાંભળે કોણ….? તેમનો પત્ર સોશ્યલ મીડિયા પર વાયરલ થતા આમ આદમી પાર્ટી ગેલમાં આવી ગઈ હતી… અને ભાજપા પર તૂટી પડી અને જાહેરમાં કહ્યું કે કોંગ્રેસે હાર કબૂલી લીધી છે ત્યારે ભાજપાએ પણ ચૂંટણી પહેલા હાર કબૂલી લીધી છે… અને “આપ”ના ટેકેદારો ભારે તાનમા આવી ગયા હતા. તો ભાજપા એ આ પત્ર અંગે કોઇ સ્પષ્ટતા ન કરતા ભાજપાના કાર્યકરો અને નાના-મોટા નેતાઓ માં અવઢવની સ્થિતિ પેદા થઈ ગઈ હતી….! તે એક હકીકત છે.

જો કે દિલ્હીની ચૂંટણી જીતવી ભાજપા માટે ખૂબ જ અગત્યનું હતું… અને એટલા માટે જ માત્ર 70 સીટ ધરાવતા દિલ્હી રાજ્ય ને જીતવા માટે ભાજપાએ કોઇ કસર બાકી રાખી ન હતી. તો વડાપ્રધાન અને ગૃહમંત્રીએ પણ ચૂંટણી મેદાનો ગજવી દીધા હતા. અને ભાજપા શાસિત તેમજ ટેકા વાળી સરકારના મુખ્ય મંત્રીઓ ઉપરાંત સાંસદો- મંત્રીઓ અને દિલ્હીની 3 કોર્પોરેશનના કોર્પોરેટરોને ચૂંટણી મેદાનમાં ઉતારી દીધા હતા… પરંતુ ભાજપા પ્રજાનો મૂડ પારખવામાં થાપ ગઈ થાપ ખાઇ ગઇ હતી…..! જે પરિણામોએ બતાવી દીધું છે…. હવે ભાજપા સરકારો- કેન્દ્ર સરકાર પ્રજાકીય પ્રશ્નોનો નિકાલ કરવા તૈયાર થશે ખરી…..? દિલ્હીના મતદારોએ કેજરીવાલ સરકારે કરેલા પ્રજાહિતના કામોને પસંદ કરી આમ આદમી પાર્ટી ઉપર જીતનો કળશ ઢોળત્રયો છે… તે સાથે દિલ્હીના મતદારોએ “દિલ્હી કા બેટા કેજરીવાલ”નો સ્વીકાર કરી લીધો છે.

આપ દ્વારા ચૂંટણી દરમિયાન દિલ્હી રાજ્યના વિકાસના કામો કરવાની ખાતરી આપી હતી તેના ઉપર મતદારોએ વિશ્વાસ કર્યો છે તે પરિણામો કહી બતાવે છે. તો ઇનડાયરેક્ટ કોંગ્રેસ ચૂંટણીઓ જીતવા માટે નહીં પરંતુ ભાજપાના વોટ ઘટાડવા માટે હતો અને એટલા માટે ચૂંટણી પ્રચાર ઝંઝાવાતી-જોરદાર બનાવ્યો ન હતો. જે ચૂંટણી પરિણામોમાં મળેલા મતો બતાવે છે…. ત્યારે ભાજપાએ ચૂંટણીપ્રચારમાં જે પ્રકારે ફોજ ઉતારી હતી તેનાથી દિલ્હીની પ્રજા ઉપર જોઈએ તેવી કોઈ અસર થઈ ન હતી…. તો ભાજપાએ પોતાના પ્રચારમાં શાહીનબાગનો મુદ્દો, પાકિસ્તાનના મુદ્દાને મહત્વ આપ્યું હતું. જે મતદારોને પસંદ પડયું ન હતું. તો મુખ્યમંત્રીઓને મેદાનમાં ઉતાર્યા તેમાં યુપીના યોગીજીએ બિરયાની બાબતે જે નિવેદન કર્યું તેનાથી બિનમુસ્લિમો કે જેઓ બિરીયાની ખાય છે તેમનામાં આક્રોશ ભડક્યો હતો.

જ્યાથી દેશની આઝાદી માટે લડતનું કેન્દ્ર બિંદુ સાબરમતી આશ્રમ હતું તેને ગુજરાતના મુખ્યમંત્રીએ સાબરમતી નદી નરેન્દ્ર મોદીએ બનાવી અને તેમાં સ્વચ્છ પાણી વહે છે તે વાતે દિલ્હીમાં વસતા ગુજરાતીઓ, ગાંધીવાદીઓ અને ગાંધીવિચાર સમજતા લોકોને ભડકાવ્યા હતા. તો અનુરાગ ઠાકુરે જે “દેશ કે ગદ્દારોકો ગોલી મારો સાલોકો” ના સૂત્રોચાર બોલાવ્યા,કપીલ મીશ્રાએ આગામી 8 ફેબ્રુઆરીએ એટલે કે મતદાનને દિવસે દિલ્હીના રસ્તાઓ પર પાકિસ્તાન- ભારત વચ્ચે જંગ ખેલાશે ગૃહ મંત્રીનું નિવેદન જોરથી બટન દબાવજો કે તેનો કરંટ શાહીનબાગમાં લાગે, ત્યારે બંગાળના ભાજપાના પ્રમુખ દિલીપ ઘોષે આસામ, ઉત્તર પ્રદેશ, કર્ણાટકમાં નાગરિકતા કાયદાનો વિરોધ કરનારાઓની કૂતરાની જેમ માર્યા એ મમતા બેનરજીએ આદેશો કરવાની જરૂર હતી તેવું કહેલ…

તો યુપીના મંત્રી રઘુરાજ સિંહ નરેન્દ્ર મોદી- યોગી વિરુદ્ધ બોલનારાઓને જીવતા “ભોં”માં ભંડારી દઈશુ… આવા નિવેદનોને કારણે દિલ્હીના મતદારોમાં આક્રોશ ભડકી ગયો હતો અને તેની અસર પણ ચૂંટણીમાં પડી છે….! જે બાબત સમજવી જોઈએ અને તે પણ ભાજપા રાજનેતાઓએ…..!! દિલ્હી ચૂંટણીના પરિણામોની અસર સમગ્ર દેશમાં થશે. તેમાંય આ વર્ષમાં જ બિહારની ચૂંટણીઓ આવી રહી છે જે ચૂંટણી ઉપર સવિશેષ અસર કરશે તેવું રાજકીય પંડિતોનું કહેવું છે. તો ભાજપાની હારનાં પડઘા વિદેશમાં પણ પડશે….! અને દેશના બજારોમાં અનુભવાશે…..! તેમ શિક્ષિત લોકોનું કહેવું છે. ઉપરાંત તેમના કહેવા અનુસાર હવે દેશ ભરના વિદ્યાર્થીઓના સંગઠનો નજીક આવશે અને એક થશે. અને સરકારને પાઠ ભણાવશે…તો દેશના તમામ વિરોધ પક્ષોએ એક થવું પડશે… અને થશે…તો વિપક્ષો સરકારને ભીંસમાં લેશે તેવું પણ બનવાની સંભાવના વધુ છે…!

ભાજપા માટે દિલ્હી ચૂંટણી લિટમસ ટેસ્ટ હતી એટલા માટે તેને પોતાની ફોજ ઉતારી હતી. છતાં…. સફળતા ન મળી… દિલ્હી વિધાનસભાના પરિણામોનું રાજકીય ક્ષેત્રે બહુ મહત્વ મનાઇ રહ્યું છે તો નોંધનિય બાબત એ છે કે છેલ્લા દસ વર્ષમાં પ્રથમવાર ન્યુઝ ચેનલોએ તેના એક્ઝિટ પોલમાં આપને બહુમતી મળશે તેવો વર્તારો કર્યો હતો. છેલ્લા બે વર્ષમાં 13 જેટલા રાજ્યોની ચૂંટણીઓ યોજાઈ ગઈ જેમાં ભાજપાના નેતૃત્વમાં માત્ર પાંચ રાજ્યોમાં જીત થઈ હતી. પરંતુ તેની અસર રાજકીય ક્ષેત્રે કે વ્યાપાર- શેરબજાર ક્ષેત્રે થઈ ન હતી. પરંતુ ભાજપા દિલ્હી ગુમાવતાં તેની અસર રાજકીય ક્ષેત્રમાં તો પડશેજ… પણ બજારોને પણ અસર કરશે…..! ટૂંકમાં મહારાષ્ટ્ર ગુમાવ્યા બાદ ભાજપાના વળતા પાણી થયા છે એવું લોકો કહેવા લાગ્યા છે. ત્યારે ભાજપા પાસે પુનઃ બેઠા થવા દેશના મૂળ લોક પ્રશ્નો તરફ ધ્યાન આપવા સાથે સીએએ, એનઆરસી પર પૂર્ણવિરામ મૂકી દેવાની જરૂર છે. પરંતુ…. કેન્દ્ર સરકાર આવું કરશે કે કેમ્…..?! વંદે માતરમ…..

(જીએનએસ : હર્ષદ કામદાર)

Admin

Admin

9909969099
Right Click Disabled!