હત્યાની કોશિશ, લૂંટ, ચોરીના ગુનામાં સંડોવાયેલ ત્રણ શખ્સોની ધરપકડ કરાઈ
રાજકોટ,
રાજકોટ જિલ્લા અને મોરબી જિલ્લામાં હત્યાની કોશિશ, લૂંટ, ચોરીઓના ગુનામાં સંડોવાયેલા ત્રણ શખ્સોની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓએ ૧૭ ગુના કબૂલ્યા હતા. ત્રણ શખ્સોમાં અજીત ભીખાભાઇ જાખણીયા, ગોપાલ જેશાભાઇ સાડમીયા અને ભીખાભાઇ નાનજીભાઇ જાખણીયાનો સમાવેશ થાય છે.
આ ત્રણેય શખ્સો રાત્રીના સમયે મુખ્ય રોડ ઉપર આજુબાજુમાં આવેલા કારખાનાઓ, ખેતર તથા વાહનના શો રૂમમાં ચાદરઓઢી મોઢે તથા માથે રૂમાલ બાંધી હાથમાં હુમલો કરવા માટે ઉપયોગ થાય તેવા હથિયારો ધારણ કરી પ્રવેશ કરી ચોરી તથાલૂંટના બનાવને અંજામ આપતા હતા. ત્રણેય શખ્સો પાસેથી પોલીસે અતુલ રીક્ષા ૨, કટર, ગણેશીયો, લોખંડની તણી, મોબાઇલસહિત ૧ લાખ ૬ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.