સ્પીડમાં દોડતી પિકઅપ વાનનું ટાયર નીકળી જતા પલટી, ૪ ઈજાગ્રસ્ત

સુરત,
રીંગરોડ પર દોડતી પિકઅપ વાનનું ટાયર નીકળી જતા પલટી મારી ગઈ હતી. જેથી પિકઅપ વાનમાં સવાર ચાર જેટલાને ઈજા પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તને ૧૦૮ મારફતે સારવાર અર્થે સિવિલ હોÂસ્પટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે, મોટા વરાછા લગ્ન પ્રસંગમાં કેટરર્સના કામ અર્થે પિકઅપ વાનમાં ઉધનાથી ચાર જેટલા લોકો જઈ રહ્યા હતા. દરમિયાન રીંગરોડ પર ચાલુ પિકઅપ વાનનું ટાયર નીકળી જતા પલટી મારી ગઈ હતી. જેથી પિકઅપ વાનમાં સવાર ચારેયને ઈજા પહોંચી હતી. આસપાસથી દોડી આવેલા લોકોએ ૧૦૮ મારફતે તમામ ઈજાગ્રસ્તને સારવાર અર્થે સિવિલ હોÂસ્પટલ ખસેડ્યા હતા.

પિકઅપ વાનમાં કેટરર્સનો સામાન રોડ પર પડ્યો હતો. જેમાં તેલ અને ચટણીની રેડ પર રેલમછેલના કારણે અન્ય વાહન ચાલકો સ્લીપ થતા હતા. જેથી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગેના કાફલાએ ખાદ્ય સામગ્રી પાણીથી સાફ કરી ટ્રાફિક રાબેતા મુજબ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Right Click Disabled!