મધુ શ્રીવાસ્તવને ફોન પર ધમકી આપનાર રાજુ ઓડેદરાની ધરપકડ

પોરબંદર,
ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ફોન પર ગાળો આપવાના મામલામાં પોરબંદરના રાજુ ઓડેદરા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. વિજય યાદવ નામના શખ્સે રાજુ ઓડેદરા સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી, જેના બાદ આજે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે રાજુ ઓડેદરાની ધરપકડ કરી છે. રાજુ ઓડેદરાની વિરમગામના માંડલમાંથી ધરપકડ કરાઈ છે.

ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને એક વ્યÂક્તનો કથિત ઓડિયો વાયરલ થયો હતો. આ ઓડિયોમાં મધુ શ્રીવાસ્તવ અને વ્યÂક્ત સામસામે ગાળો ભાંડી રહ્યાં હતા. ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને મોબાઈલ પર ગંદી ગાળો બોલનાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. વિજય યાદવ નામના મધુ શ્રીવાસ્તવના સમર્થકે ફરિયાદ નોંધાવી હતી. પોરબંદરના રાજુ ઓડેદરા અને તેના મિત્ર સાગર પટેલ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.

વડોદરા જિલ્લાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાત્સવ અને પોરબંદરના રાજુ ઓડેદરા વચ્ચે થયેલી અભદ્ર ભાષાની વાતચીતનો ઓડિયો વાયરલ થયા બાદ ભાજપના સભ્ય વિજય યાદવે રાજુ ઓડેદરાને ફોન કરી માફી માંગવા આગ્રહ કર્યો હતો. ત્યારે રાજુ ઓડેદરાએ વિજય યાદવને પણ ગાળો બોલી હતી. સાથે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને પણ ગાળો ભાંડી હતી. આ મામલે વિજય યાદવે ક્રાઇમ બ્રાન્ચમાં રાજુ ઓડેદરા અને સાગર પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. કલમ ૫૦૪,૫૦૬(૨),૨૯૮ મુજબ ફરિયાદ દાખલ કરવામા આવી હતી. ૫ ફેબ્રુઆરીના રોજ રાજુ ઓડેદરાનો ધારાસભ્ય મધુ શ્રીવાસ્ત સાથે ગાળાગાળીનો ઓડીયો વાયરલ થયો હતો. રાજુ ઓડેદરાએ વિજય યાદવ સાથે કરેલી વાતચીતમાં વડોદરા કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, નેતા વિપક્ષ ચંદ્રકાન્ત શ્રીવાત્સવ અને નરેન્દ્ર રાવતના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Right Click Disabled!