એલઆઈસી અધિકારીના ૧.૩૦ કરોડના ફ્લેટના સોદામાં બે શખ્સોએ છેતરપીંડી કરી

રાજકોટ,
રાજકોટની એલઆઈસી કચેરીના વિકાસ અધિકારી કિરીટભાઇ હસમુખભાઇ પટેલે પંચાયત ચોકમાં આવેલો પોતાનો ફ્લેટ વેંચવા અખબારમાં આપેલી જાહેર ખબર મારફત બે શખ્સોએ ફ્લેટ જાઇ ૧ કરોડ ૩૦ લાખમાં સોદો નક્કી કરી સબ રજીસ્ટ્રાર કચેરીએ સાટાખત કરાવતી વખતે ૧ કરોડ ૩૦ લાખ રકમ લખેલું સાટાખત બતાવી બાદમાં ગોલમાલ કરી સહીઓ કરાવતી વખતે માત્ર ૩૦ લાખની કિંમત લખેલા સાટાખતમાં સહીઓ કરાવી લઇ ૧ લાખની સુથીનો ચેક આપી એ પછી હવે આ સોદો કરવો નથી, જા સાટાખત રદ કરાવવું હોય તો ૩૫ લાખ આપવા પડશે તેમ કહી છેતરપીંડી કરી હતી. પોલીસે જૂનાગઢ અને રાજકોટના બે શખ્સોને દબોચી લેવાની કામગીરી હાથ ધરી છે.

એસઓજીના પીએસઆઈ એમ. એસ. અંસારીએ એસીપી જે. એચ. સરવૈયાની રાહબરીમાં આ મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે. યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોક પાસે હેવલોક એપાર્ટમેન્ટમાં આઠમા માળે રહેતાં અને એલઆઈસીની મુખ્ય કચેરીમાં વિકાસ અધિકારી તરીકે નોકરી કરતાં કિરીટભાઇ હસમુખભાઇ પટેલની ફરિયાદ પરથી રાજકોટના યુવરાજસિંહ ચુડાસમા અને જૂનાગઢના કાલરીયાભાઇ વિરૂદ્ધ આઈપીસી ૪૦૬, ૪૨૦, ૧૨૦ (બી) મુજબ કાવત્ર્š ઘડી ગોલમાલ કરી એકને બદલે બીજી રકમ લખી ફ્લેટનું સાટાખત કરાવડાવી પાછળથી સોદો રદ કરી નાંખી જા સાટાખત રદ કરવું હોય તો ૩૫ લાખ આપવા પડશે તેમ કહી છેતરપીંડી કર્યાનો ગુનો નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Right Click Disabled!