૮ મુમુક્ષ્šઓએ દીક્ષા ગ્રહણ કરી સંયમના માર્ગે પ્રયાણ કર્યું

૮ મુમુક્ષ્šઓએ દીક્ષા ગ્રહણ કરી સંયમના માર્ગે પ્રયાણ કર્યું
Spread the love

સુરત,
વેસુ વિસ્તારમાં મહાવિદેહધામની ભૂમિ પર સામૂહિક ૮ દીક્ષા સંપન્ન થઈ હતી. મહાવિદેહધામમાં ૮ મુમુક્ષ્šઓનો ભવ્યરીતે પ્રવેશ થયા બાદ આ. શ્રી ગુણરત્નસુરીશ્વરજી, રÂશ્મરાજસૂરિશ્વરજી, મુનિશરત્નસૂરિ સહિત શ્રમાણ-શ્રમાણી ભાગવંતોનું સામૈયુ કરાયું હતું. ત્યારબાદ ગત રોજ ૮ મુમુક્ષ્šઓની ભવ્ય વર્ષીદાન યાત્રા નીકળી હતી અને ભવ્ય દીક્ષા મહોત્સવ યોજાયો હતો. જેમાં ૧૨ વર્ષથી લઈને ૨૮ વર્ષના યુવક-યુવતીઓએ દીક્ષા ગ્રહણ કરી સંયમના માર્ગે પ્રયાણ કર્યું હતું.
આ.રÂશ્મરત્નસૂરિજીએ કÌšં કે વિશ્વની સર્વશ્રેષ્ઠ પર્યાવરણ રક્ષક જીવનશૈલી એટલે જૈન દીક્ષા. જૈન દીક્ષા એ પૃથ્વી, પાણી, અÂગ્ન, વાયુ, વનસ્પતિ આદિ જીવમાત્રની રક્ષાની પ્રતિજ્ઞા સાથેનું શ્રેષ્ઠ જીવન છે. ૫ પૈસા પાસે રાખ્યા વિના ૫૦ વર્ષની જીંદગી મસ્તીથી જીવે છે. આધુનિકતા ફોન, ઈન્ટરનેટથી દુર રહીને ૨૫૦૦ વર્ષ પહેલા પ્રભુવિરે બતાવેલી જીવનશૈલીને આપનાવતા જૈન સાધુ વંદનીય છે. જૈન દીક્ષા વિશ્વની પ્રથમ અજાયબી છે. વેસુ વિસ્તારમાં મહાવિદેહધામની ભૂમિ પર આજે પાંચ યુવતી અને ત્રણ યુવકોની દીક્ષા યોજાઈ હતી અને સંયમના માર્ગે પ્રયાણ કર્યું હતું.
સુરતમાં હજુ તો એક અઠવાડિયા પહેલાં ૧૦૮ કરતા વધુ લોકોએ દીક્ષા લઇને સંયમના માર્ગે પ્રયાણ કર્યુ હતું ત્યારે ફરી એક વાર સુરતમાં એક સાથે ૮ લોકો દીક્ષા લઇને સંયમના માર્ગે પ્રયાણ કર્યું છે. દીક્ષાર્થીમાં ૧૨ વર્ષથી લઇને ૨૮ વર્ષના યુવક અને યુવતી છે. આઠમાંથી ૩ યુવકો અને ૫ યુવતી છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!