રૂપાણી સાહેબની સિન્સેટીવ સરકાર, કોના માટે સિન્સેટીવ છે…?

રૂપાણી સાહેબની સિન્સેટીવ સરકાર, કોના માટે સિન્સેટીવ છે…?
Spread the love
  • ગુજરાતના ખેડૂતોને પાક વીમો ક્યારે..?
  • ટ્રંપના આગમન પાછળ રૂપિયાનો ધુમાડો કરો છો તો જગતના તાતને કેમ ઠેંગો….?
  • સાત સાત રાજ્ય ગુમાવ્યા પછી પણ વા ફરે…. “વાદળ ફરે…. સરકારની ચાલ ન ફરે..”

રૂપાણી સાહેબ ની સિન્સેટીવ સરકાર, કોના માટે સિન્સેટીવ છે…? ગુજરાત ના શિક્ષણ માટે..? ગુજરાત ની આરોગ્ય સેવા માટે..? ગુજરાત ના ગરીબો માટે..? ગુજરાત ના બાળકોના કુપોષણ માટે..? ગુજરાત ની મહિલાઓ ની સુરક્ષા માટે..? ગુજરાત ને સસ્તી વીજળી આપવા માટે..? ગુજરાત ની ગુન્હાખોરી કંટ્રોલ કરવા માટે..? ગુજરાત ના પ્રકારો ની સુરક્ષા માટે..? ગુજરાત ની ગૌ માતા માટે..? કે ગુજરાત ના ગૌચર માટે..? મોંઘવારી માટે,કે ખેડૂતો ને પોષણક્ષમ ભાવ અપાવવા માટે..?

કાયદેસરનું પ્રીમિયમ ભર્યા પછી વીમાનું વળતર આપવા માટે પણ કોઈ સિંસેટીવ હોય તેવું લાગતું નથી. દુનિયામાં ક્યાંય ન હોય તેવું નિષ્ઠુર શાસન ગુજરાત ના લમણે લાગ્યું છે આવો અહેસાસ જગતનો તાત કરી રહ્યો છે.દરેક પ્રશ્નનો ના જવાબ પ્રશ્નાર્થ બની ગયા છે, છતાં વાતો અને ભાષણો સુશાસનના..

આં નર્મદા યોજના કોના માટે બની તે પણ પ્રશ્નાર્થ છે.ગત ઉનાળે ખેડૂતો ને પાણી નથી આપ્યું, પરંતુ ઉદ્યોગ ગ્રહો મા કાપ પણ નથી આવ્યો. એટલે કે ગુજરાત સરકાર પ્રથમ પ્રયોરિટી ઉદ્યોગો ને આપે છે.ખેડૂતો ના ભોગે,પશુ પાલકો ના ભોગે ઉદ્યોગ ને મદદ થાય છે સામાન્ય પ્રીમિયમ ભરતા ઉદ્યોગો આગ લાગે ને નુકસાન થાય ત્યારે ૧૦૦% વળતર મેળવે છે..

ખેડૂતોને દિલમાં આગ લાગે, વ્યવહાર મા ખાડો પડે, જમીન ગીરો મુકાઈ જાય, છોકરા વાંઢા રહી જાય, દેવાદાર બની આત્મહત્યા કરે,ઉત્પાદિત ચીજોના ભાવ ન મળે, મોંઘવારીનો લાભ વેપારી કે સંગ્રહખોરો લૂંટે, “વળ ખાય જગતનો તાતને માલ ખાય શાહુકારો” આં સ્થિતિનું નિર્માણ થવા માટે જવાબદાર કોણ..? આમ તો ગુજરાત સરકાર પાસે એક પણ પ્રશ્નાર્થનો ઉકેલ નથી, છતાં સુશાસન છે…

ક્યારેક અમેરિકાના પ્રમુખ આવે,ક્યારેક ચાયના ના પ્રમુખ આવે, ક્યારેક ઇઝરાઇલના પ્રમુખ આવે, ઉઘરાણા કરીને, સરકારી તિજોરી ખાલી કરીને, સરકારી કામકાજ થપ્પ કરીને, વિકાસને બ્રેક મારીને પણ શાહી સરભરા તો ગુજરાતમા જ થાય વળી હરખપદુડાઓ આં નૌટંકી જોવા કતારમાં ધક્કામુક્કી કરતા જોવા પણ ગુજરાતમાં જ મળે.

ગમે તેવા સંજોગોમા સ્વાગત ગુજરાતમા જ થાય, મંગળસૂત્ર વેચીને મહેમાનગતિ કરવાની આદત ગુજરાતીઓને ખરીને, બીજા રાજ્યમાં આવો જલસો ગોઠવવામાં આવે તો ગોબેક ના નારા લાગે, પણ ગુજરાતમા સ્વાગતમ્ સ્વાગતમ્ ની કતારો લાગે.. આં ગુજરાતીઓ ની કસોટી ક્યાં સુધી.. નમાલી નેતાગીરી નો ભોગ ગુજરાતીઓ ક્યાં સુધી બનશે.. શું અમેરિકન પ્રમુખ ખેડૂતોના વીમાનું વળતર અપાવશે..? મોંઘવારી માથી મુક્તિ અપાવશે..? બેરોજગારી માથી મુક્તિ અપાવશે..? કુપોષણ મુક્ત ગુજરાત બનાવશે..? કે પછી પરબારું ને પોણા બારું..ડું જલસા..!!!

ગુજરાતના નિષ્ફળ શાસકો ની નિષ્ફળતા ઢંકાઈ જશે..? કે નિષ્ફળ નેતાગીરી સફળ બની જશે..? ફાયદો શું..? કોને ફાયદો..? ફાયદો માત્ર નેતાઓને પોતાના કદ વધારવાનો, પણ પ્રજાના ભોગે, વિકાસ નાં ભોગે, ગુજરાત ની તિજોરીના ભોગે, શું ગુજરાતની ભાજપ સરકારની નિષ્ફળતાના લીધે પ્રજામાં નારાજગી, આઇ.બી.નો રિપોર્ટ સુધારવા કે પરિસ્થિતિ સુધારવાનો આં પ્રયાસ છે..?

શું આવા તાયફા કે નાટકો બગડેલી સ્થિતિને સુધારી શકશે..? ગુજરાતની વહીવટી તંત્રની માનસિકતા બદલાઈ જશે..? લાંચ વિના પ્રમાણિક પણે કામ કરવા લાગશે..? ઘર બાળીને તીરથ કરવાની આદત પડી છે શેનો જલસો છે આં..? એક વાર તો ગુજરાત લૂંટીને, ગુજરાતની તિજોરી કે સંપત્તિના ભોગે દેશની સત્તા મેળવી. ફરી “ઉંટ મરે ત્યારે મારવાડ તરફ જુવે” આં કહેવત સાર્થક થઈ રહી છે..? ભાજપ ઉપરા ઉપરી એક પછી એક રાજ્યમાથી સાફ થઈ રહ્યું છે. જે ગુજરાતે કમળ ખીલાવ્યું, મૂર્જાતા કમળ ને ફરી ખીલવવા “ખુશ્બુ ગુજરાત કી”ના માર્ગે ચડ્યા છે..

જગતના તાત ની દશા તો જુઓ,વરસાદ વધુ પડે તો પણ નુકસાન,વરસાદ ઓછો પડે તો પણ નુકસાન, વરસાદ અનિયમિત પડે તોય નુકસાન, વરસાદ ઓછો હોય ત્યારે ડેમ અને તળાવ નું પાણી ખેડૂતો ને રાહત આપે,પરંતુ ગુજરાત મા એ રિઝર્વ પાણી ઉપર પ્રથમ અધિકાર ઉદ્યોગ પતિઓ નો છે* બધુજ બરાબર હોય ત્યારે અચાનક રોગ આવે,તીડ ના ટોળા આવે,ઈયળો કે સુકારો આવે, કદાચ બધીજ આફત સામે બાથ ભીડી ને ઉત્પાદન કરે તો ભાવ ન મળે શું ગુજરાત ના ખેડૂતો કરતા પણ અમેરિકાનાં પ્રમુખ મહત્વના છે..? કેમ કોઈ બોલતું નથી..?

આપણા મત થી ચૂંટાયેલા આપણા વતી ટ્રસ્ટી તરીકે દેશની સાંસદ કે ધારાસભા મા જાયછે.. આપણા ભલા માટે, આપણી ચિંતા માટે, આપણી જરૂરિયાતો માટે આપણો અવાજ બનીને જાય છે..પણ રાજકીય પક્ષના કે નેતાના ગુલામ બની.ડાહ્યા ત્રણ વાંદરા બની જાય છે..પ્રજાનું સાંભળતા નથી,પ્રજાની પીડા સામે જોતા નથી,પ્રજા સમસ્યા માટે બોલતા પણ નથી..માત્ર સરકારી તમાશા ના સાક્ષી બની,પગાર ભથ્થા કે ઉઘરાણા કરે તોય ન ભરાય તો ભ્રષ્ટાચાર કરે..

ક્યારેય પ્રજા માટે કામ ન આવે એવા ગુલામો ચૂંટવાનું પ્રજાએ બંધ કરવું જોઈએ..પક્ષા પક્ષી ની રાજનીતિ મા ગુલામો ને ઓળખી ટિકિટો બાટવામાં આવે છે.નેતાઓની ઓળખ શક્તિ વધુ છે… પ્રજા ઓળખે.. ઓળખે ત્યાં વર્ષો વહ્યા જાય છે.. રૂપાણી ખેડૂતો ને પાક વીમો અપાવી શકશે..? કે પછી અમેરિકાનાં પ્રમુખના આગતા સ્વાગતા મા “ખાધું પીધું ને રાજ કર્યું.”

લાભુભાઈ પી. કાત્રોડીયા
પ્રમુખ, ભ્રષ્ટાચાર નિવારણ સમિતિ,
ભાવનગર

 

રિપોર્ટ : તુલસી બોધુ, બ.કાં

Admin

Admin

9909969099
Right Click Disabled!