રાજપીપળા એમ આર આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં ‘વેલેન્ટાઈન ડે’ની અનોખી ઉજવણી

રાજપીપળા એમ આર આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં ‘વેલેન્ટાઈન ડે’ની અનોખી ઉજવણી
Spread the love

આજે દેશભરમાં અને વિશ્વભરમાં વેલેંટાઈન દિવસની ઉજવણી એકબીજાને ગુલાબનું ફૂલ આપીને પ્રેમ નો એકરાર તરીકે ઉજવાયો હતો જ્યારે નર્મદા ના વડામથક રાજપીપળા માં આવેલ એમ આર આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના માં વેલેન્ટાઈન ડે ની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ પ્રાધ્યાપકો, પ્રિન્સિપાલ ગુલાબના ફૂલ આપી કુમકુમ તિલક કરી ગુરુ વંદના કરી વેલેન્ટાઈન ડે ની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

આજે કોલેજના કમ્પાઉન્ડમાં કોલેજના તમામ પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ ને ભેગા કરી ભરૂચ જિલ્લા આદિવાસી કેળવણી મંડળ અને સેવા સંઘના આદ્યસ્થાપક સ્વ. રત્નસિંહ મહિડા ની પ્રતિમાને પુષ્પાંજલિ આપી તથા તમામ વિદ્યાર્થીઓએ પોતાના ગુરુજનો ને કુમકુમ તિલક કરી ગુરુ વંદના પણ કરી હતી.

પાશ્ચાત્ય સંસ્કૃતિ ને બદલે ભારતીય સંસ્કૃતિને અપનાવી પોતાની કારકિર્દી ઘડનાર ગુરુજનોને વંદના કરી સાચા અર્થમાં વેલેન્ટાઈન ડે ની અનોખી ઉજવણી કરતા કોલેજના પ્રિન્સિપાલ ડો.શૈલેન્દ્રસિંહ માંગરોલા જણાવ્યું હતું કે સામાન્ય રીતે કોલેજમાં વેલેન્ટાઈન ડેના દિવસે કોલેજના યુવક-યુવતીઓ એક-બીજાને ગુલાબ ના ફૂલો આપી પ્રેમનો એકરાર કરતા હોય છે પરંતુ આ પાસ જાતિ અને સંસ્કૃતિ ની ઉજવણી ન કરતા ગુરુ વંદના કરી પાશ્ચાત્ય સંસ્કૃતિને બદલે ભારતીય સંસ્કૃતિને અપનાવી પોતાની કારકિર્દી ઘડતર ગુરુજનોને વંદના કરી સાચા અર્થમાં વેલેન્ટાઈન ડે ની અનોખી ઉજવણી કરી હતી.

કોલેજના વિદ્યાર્થીઓએ આજે પુલવામાં શહીદ થયેલા જવાનોને પણ આપી શ્રદ્ધાંજલિ

આજે 14મી ફેબ્રુઆરીના રોજ પુલવા માં આતંકવાદીઓ દ્વારા જમવું શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભારતીય જવાનોને લઈ જતી સી.આર.પી.એફ પર આત્મઘાતી હુમલો કરી આડેધડ ફાયરિંગ કરતાં તેમાં દેશના 45 જવાનો શહીદ થયા હતા જે નહીં આજે એક વર્ષ પૂર્ણ થતાં કોલેજનાં વિદ્યાર્થીઓ અને કોલેજ પરિવારે પ્રગટાવી સહીદો ને શ્રદ્ધાંજલી પાઠવી અને બે મિનિટનું મૌન પાળ્યું હતું.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!