માંગરોળમાં આવેલ શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે વાર્ષિક ઉત્સવ 2020 અંતર્ગત “વસંત કે રંગ દીકરીઓ કે સંગ” સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

માંગરોળમાં આવેલ શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે વાર્ષિક ઉત્સવ 2020 અંતર્ગત “વસંત કે રંગ દીકરીઓ કે સંગ” સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન
Spread the love

જૂનાગઢ જિલ્લાના માંગરોળ માં આવેલ શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે વાર્ષિક ઉત્સવ 2020 અંતર્ગત “વસંત કે રંગ દીકરીઓ કે સંગ” ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયેલ હતો જેમાં બાળાઓ દ્વારા વિવિધ ખુબજ સુંદર કૃતિઓ રજૂ કરવામાં આવેલ હતી. કાર્યક્રમનો પ્રારંભ ભારતીય પરંપરા મુજબ દીપપ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો ત્યારબાદ પ્રાર્થના બાદ પુલવામાં આંતકવાદી હુમલામાં વીરગતિ પામેલા મા ભારતીના વીર શહીદોને બે મિનીટનું મૌન રાખી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવેલ ત્યારબાદ
સરસ્વતી સ્તુતિ થી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારબાદ આવેલા દરેક મહેમાનો નું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને આવેલા મહેમાનો નું શબ્દોથી સ્વાગત શાળાના વોર્ડન/ હેડ ટીચર હંસાબેન ભાલીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે વાર્ષિક ઉત્સવ 2020 અંતર્ગત” વસંત કે રંગ દીકરીઓ કે સંગ” ના આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળાઓ દ્વારા રાસ, ગરબા,એક પાત્રીય અભિનય, પિરામિડ,બેટી બચાવો અભિયાન,પ્લાસ્ટિક નો ઉપયોગ બંધ કરવો સહિતની એક પછી એક સુંદર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જે જે કૃતિઓ રજૂ કરવામાં આવેલ તે દરેક કૃતિમાં હાજર રહેલા સૌ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય એ એક એવી શાળા છે કે જ્યાં માત્ર નિરાધાર, ગરીબ, અતિ વંચિત, માતા કે પિતા મૃત્યુ પામેલ હોય,શાળા અધવચ્ચે છોડી દીધી હોય, માતા-પિતા મજૂરી અર્થે સ્થળાંતર કરતા હોય, નેસ વિસ્તાર કે જંગલ વિસ્તારમાં રહેતા હોય એવી દીકરીઓને જ આ શાળામાં એડમિશન આપવામાં આવે છે.

આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ની બાળાઓને ખાસ મહેનત કરી તૈયાર કરવામાં આવેલ એવા
બહેનો – રીબાડિયા નિરૂપાબને, મારિયા જશુબેન,વાળા કંચનબેન, પરમાર ઈલાબૅન, ખેતીયા રાધિકાબેન, જોષી ક્રિષ્નાબેન, બારડ દેવીબેન, કાપડી પૂજાબેન, વાળા ઉષાબેન, ખુમાર કુલસૂમબેન તેમજ સ્ટાફ ના બહેનો દ્વારા ખૂબ જ મહેનત કરી તૈયાર કરવામાં આવેલ.

શ્રી કસ્તુરબા ગાંધી વિદ્યાલય ની બાળાઓ ને શિક્ષણ સાથે સાથે એ બાળાઓ ભવિષ્યમાં પગભર થઈ શકે તે માટે અહીં હોસ્ટેલમાં જ સીવણ ક્લાસ,મહેંદી ક્લાસ, પાર્લર સહિતની ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે તેમજ આ સ્કૂલની બાળાઓ દ્વારા કોઈપણ કાર્યક્રમ હોય એ કાર્યક્રમમાં ભાગ લીધો ન હોય એવું ક્યારેય બનતું નથી અને જે પણ કાર્યક્રમમાં ભાગ લીધો હોય તે માં આ બાળાઓનો નંબર ન આવ્યો હોય તેવું ક્યારેય બન્યું નથી તેના માટે શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ના દરેક શિક્ષક ગણો ની અથાગ મહેનત પણ ખૂબ જ પ્રશંસાને પાત્ર છે.

જિલ્લા પ્રાથમીક શિક્ષણ અધિકારી શ્રી પટેલ સાહેબ તથા જિલ્લા જેન્ડર કોર્ડીનેટર રક્ષા મૅડમ ના ખુબજ સુંદર માર્ગદર્શન દ્વારા ચાલતી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય

શિયાળામાં લોહી વહેતું રાખે એ માટે એક તાપણું જોઈએ અને લાગણી વહેતી રાખે માટે એક આપણું જોઈએ ઝરણું થીજી જાય છે તો લોકો જોવા આવે છે પણ ઝરણું વહેતુ હોય છે ત્યારે લોકો પીવા આવે છે એમાં શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ની આ વહેતી કલા ગંગામાં બાળાઓને સતત અને સતત માર્ગદર્શન પૂરું પાડતા રહેતા એવા પ્રિન્સિપાલશ્રી હંસાબેન ભાલીયા દ્વારા સમગ્ર કાર્યક્રમનું દિગ્દર્શન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

રંગમંચ ની દરેક કૃતિઓ પર કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો તેમજ વાલી ગણ દ્વારા રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. સાથે-સાથે વર્ષ દરમિયાન અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લઇ વિજેતા થયેલ શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય સ્કૂલનું નામ રોશન કરનાર બાળાઓને સિલ્ડ તેમજ ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ની બાળાઓને પ્રોત્સાહિત કરવા માટે ખાસ ઉપસ્થિત રહેલ એવા બી.આર.સી કો.ઓ ભાવેશભાઈ સોંદરવા,સી.આર.સી કો.ઓ. અરજણભાઈ કરમટા, ટાવર સાળા ના ઉમેશભાઈ,કે.વી.એમ.સ્કૂલના પ્રિન્સિપાલ મંજુલાબેન, બ્રહ્માકુમારી પુષ્પાબેન,અરુણા બહેન સાલસીયા,કાનાભાઈ વડલી,( માનખેત્રા સરપંચ),માજી.સી.આર.સી.ખુમારભાઇ, પ્રો.ચાવલા સાહેબ, અલ્પેશભાઈ ખીલોસિયા,સુદીપભાઈ ગઢીયા પ્રફુલભાઈ નાંદોલા સહિતના અનેક આગેવાનો અને વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ની ખુબજ સુંદર વિસ્તૃત માહિતી તથા દીકરી ઓ ની સિધ્ધિ વિશે જાણકારીઓ મારિયા જશુંબેન
દ્વારા આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું ખુબજ સુંદર સંચાલન – શાળાની વિદ્યાર્થિની વઢવાણા વૈશાલી, ડાભી ધર્મિષ્ઠા તથા રીબાડિયા નિરૂપાબને દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો નો ખેતીયા રાધિકાબેન દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમને કેમેરામાં કંડારવા માટે રામજીભાઈ ચુડાસમા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક મહેમાનો અને વાલી ગણો માટે ભોજનની પણ ખુબજ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ના સમગ્ર સ્ટાફ ગણ દ્વારા અથાગ જહેમત ઉઠાવવામાં આવેલ હતી.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જુનાગઢ બ્યુરો ચીફ
મો.8488990300
મો.7016391330

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!