GAD ભરતીના ઠરાવના વિરોધમાં મહેસાણા બંધ રહ્યું, નીતિન પટેલની બંધ ઓફિસ પાસે હાય હાયના નારા લાગ્યા
જીએડી ભરતીના ઠરાવના વિરોધમાં મહેસાણા બંધના એલાનને પગલે શનિવારે મહેસાણા બજાર વિસ્તાર બંધ રહ્યો હતો. ભારે સૂત્રોચ્ચાર સાથે સવારે રેલી રૂપે ચાલતા બજાર વિસ્તારની ખુલ્લી દુકાનો બંધ કરાવવા નીકળેલા એસસી, એસટી, ઓબીસી વર્ગની બંધારણીય અધિકાર આંદોલન સમિતિના હોદ્દેદારો, કાર્યકરો, પોલીસ અને વેપારીઓએ સંયમ દાખવતાં દિવસભર શાંતિ જળવાઇ રહી હતી. બીજી તરફ મોઢેરા રોડ પર આવેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના બંધ કાર્યાલય સામે ટોળાંએ જીએડી ભરતીના ઠરાવના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.