CAA નો વિરોધ ગદ્દારી કે દેશદ્રોહ નથી, નથી અને નથી…..!? પણ માને તો ને…!?

CAA નો વિરોધ ગદ્દારી કે દેશદ્રોહ નથી, નથી અને નથી…..!? પણ માને તો ને…!?
Spread the love

દિલ્હીના રાજકીય પંડિતો અન્ય બુદ્ધિજીવીઓમાં દિલ્હીની કેજરીવાલ સરકારની શપથવિધિ, સુપ્રીમ કોર્ટના ટેલિકોમ કંપનીઓ પાસેની બાકી વસૂલાત તેમજ અમદાવાદ ખાતે જસ્ટીસ ચંદ્રચુડે કરેલા સંબોધનની ચર્ચા ચાલી રહી હતી. તો શાહીનબાગની આંદોલનકારી મહિલાઓના પ્રતિનિધિમંડળને ગૃહમંત્રી સાથે મુલાકાત ન થવા બાબતનો મૉદ્દો પણ ચર્ચામાં રહ્યો હતો. દિલ્હીના રામલીલા મેદાન ખાતે કેજરીવાલની શપથવિધિમાં લાખો લોકો ઉમટી પડ્યા હતા. નોંધનીય બાબત એ હતી છે.

આમ આદમી પાર્ટી સિવાયના કોઈપણ પક્ષને વડાપ્રધાનશ્રી સિવાય આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. કેજરીવાલે ટોપી મફલર પહેર્યા નહતા પરંતુ કપાળમાં કંકુનો ચાંદલો અને ચોખા લગાવેલ લાલ સ્વેટર પહેરીને આવ્યા હતા.. ત્યારે ભાજપાને તેનો એજન્ડા છીનવાઈ જશે તેઓ ડર લાગ્યો હશેજ……! ત્યારે શપથ સમારોહમા બેબી મફલર મેનનુ ખાસ આકર્ષણ રહ્યુ હતુ… પરંતુ અન્ય પાંચ ઉપરાત બાળકો કેજરીવાલ સ્ટાઈલમાં લાલ સ્વેટર ટોપી-મફલર પહેરેલા સૌનું ધ્યાન ખેંચનારા રહ્યા હતા…

તદુપરાંત કેજરીવાલે દિલ્હીના ખાસ ડ્રાઇવરો,મહોલ્લા ક્લિનીકોના ડોક્ટરો અને સ્ટાફ વગેરેને અનન્ય માન આપ્યું હતું. કેજરીવાલે ભાજપાના બેફામ નિવેદન કરનારા નેતા નેતાઓને માફ કરવા સાથે ચૂંટણી દરમિયાન કોઈપણ સાથે કંઈ પણ બન્યું હોય તો ભૂલી જવા કહ્યું હતું…. પરંતુ દિલ્હીવાસીઓને મફતિયા- લાલચુ કરનારને સણસણતો જવાબ પણ એ રીતે આપ્યો હતો કે વિશ્વમાં બધી જ વસ્તુઓ મફતમાં મળે છે. લોકો કહે છે કે કેજરીવાલે બધું જ મફતમાં આપી દીધુ.

માતાનો સંતાનોને પ્રેમ મળે છે તે અમૂલ્ય છે તે મફત મળે છે. કેજરીવાલ દિલ્હીવાળાને અને દિલ્હીવાળા કેજરીવાલને પ્રેમ કરે છે તે મફતમાં મળે છે…. ત્યારે હું શું શાળાના બાળકોની ફી લેવાનું શરૂં કરૂ..?તેવો સવાલ કરતા કહ્યુ કે શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેની પાયાની સુવિધા માટે લોકોથી રૂપિયા લેવામાં આવે તો તે શરમજનક કહેવાય… તેમણે વડાપ્રધાન ના આશીર્વાદ માંગ્યા હતા. તો દિલ્હીને નંબર-1 શહેર બનાવવા વિરોધ પક્ષ, ભાજપા, કોંગ્રેસનો સહયોગ માંગીને તમામ વિરોધીઓની બોલતી બંધ કરી દીધી હતી.

શપથવિધીમાં “હમ હોંગે કામયાબ ગીત ગાવા સાથે લોકોને પણ તે ગીત ગાવામાં જોડી દીધા હતા.. તો “ભારત માતાકી જય” અને “ઇન્કલાબ- ઝિંદાબાદ”ના સુત્રો બોલાવી અંતમાં “વંદે માતરમ” ગવરાવતા લોકોમાં ખુશી આનંદનો માહોલ છવાઈ ગયો હતો…. ત્યારે લોકો કહેતા કે દિલ્હીના લોકોએ દેશભરના પોતાના લોકોને ” અનેકતામાં એકતાનો” સંદેશો આપ્યો છે… હવે દેશના લોકો પણ દિલ્હીના લોકોની વાતનો સ્વિકાર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા હતા…

શાહીનબાગ ભાજપાનો કેડો મૂકતો નથી… અમિત શાહે એક ટીવી ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે હું સીએએ માટે ચર્ચા કરવા તૈયાર છું મારા કાર્યલયે આવે અને ચર્ચા કરે….આ વાતને શાહીનબાગની મહિલાઓએ પકડી લીધી હતી અને તેમને મળવા શાહીનબાગ મહિલાઓનુ એક પ્રતિનિધિ મંડળ શાંત રેલી કાઢી તેમને મળવા માટે દોડી ગયું હતું તેથી પોલીસ તંત્ર હાફળુ ફાફળુ થઈ ગયું હતું… પરંતુ ગૃહમંત્રીજી અન્ય કાર્યક્રમમા ગયા હોવાથી મળી શક્યા ન હતા.અને મળવાનો સમય પણ માગ્યો ન હતો. જેથી મહીલા પ્રતિનિધિ મંડળે સમય માગતી અરજી આપી અને શાન્તિથી પોતાના સ્થાને પરત ફરી ગઈ હતી ત્યારે પોલીસ તંત્રને હાશકારો થયો હતો.

નોંધનીય વાત એ રહી કે મહિલાઓ પોતાની સૌમ્યતા બતાવવામાં સફળ રહી હતી. દરમિયાન અમદાવાદ હાઈકોર્ટ ખાતે યોજાયેલ જસ્ટિસ પીડી દેસાઈ સ્મૃતિ વ્યાખ્યાનમાળામાં સુપ્રીમકોર્ટના જસ્ટિસ શ્રી ડિ વાય ચંદ્રચુડજીએ દેશભરની અદાલતોને સત્ય દિશા મળી રહે, સરકારને પણ સાચું દિશા અને સાચો નિર્દેશ મળે તેમજ દેશના સરકારી તંત્રને પણ સાચી દિશા મળે તેવું પ્રવચન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આપણા બંધારણમાં અભિપ્રાયોની અનેકતા સ્વીકારવામાં આવી છે. અસહમતી બતાવનારા લોકો રાષ્ટ્ર વિરોધી કે લોકશાહી વિરોધી છે તે માનવુ બંધારણીય મૂલ્યો ઉપર ઘા સમાન છે.

સહમત ન હોય તેવું બતાવનારા ને રક્ષણ આપવું તે્… એ વાતની યાદગીરી (પુનઃ યાદ કરાવવુ) છે કે લોકશાહીથી ચુટાતી સરકાર… વિકાસ અને સામાજિક સરકારનું માધ્યમ છે. તેમણે કહ્યું કે ભારતમાં દરેક વ્યક્તિ પોતાનો અભિપ્રાય ધરાવે છે. દેશમાંનુ અનેકત્વજ વ્યક્તિગત ઓળખનું નિર્માણ કરે છે. લોકશાહી એ બાબત નક્કી કરે છે કે લઘુમતીમાં હોય તેવા અભિપ્રાયોને દબાવવામાં ન આવે… સરકારના તમામ નિર્ણયો આકડાઓ અને ગણતરીઓના પરિણામ આધારિત ન હોવા જોઇએ પરંતુ તેમાં સૌનું હિત પણ હોવું જોઈએ.

લોકશાહીનું સાચું સત્ય એ જ છે…. તેમણે પોતાના વક્તવ્યમાં કહ્યું કે અનેકતા ધરાવતા આપણા સમાજના મૂલ્યો અને ઓળખ પર ક્યારેય પણ કોઈ ઈજારો દાખવી શકે નહીં…અસહમતી દર્શાવનારા- વિરોધ કરનારાઓ પર અંકુશ મૂકવા રાજ્ય મશીનરી એટલે કે સરકારી તંત્રનો ઉપયોગ કરવામાં આવશે તો ભયનું વાતાવરણ સર્જાશે..તે સાથે અનેકતા ધરાવતા સમાજ પર વિપરિત અસરો પડશે… આપણા સમાજના બંધારણીય મૂલ્યો માટે ભયજનક વાતાવરણ સર્જી શકે છે.

સવાલ કરવાનો તથા અસહમતી દાખવવાનો અવકાશ છીનવવાથી તમામ પ્રકારના વિકાસનો ધ્વંશ થશે- રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક અને સામાજિક વિકાસનો ધ્વંશ થશે… અને વિરોધીઓને ચૂપ કરાવવાથી કે ડર પેદા કરાવવાથી બંધારણીય મૂલ્યો અને સ્વાતંત્ર્યનું હનન થશે. તેમણે સરકારને સકારાત્મક અભિગમ અને મર્યાદિત ભૂમિકાની વાત કરી હતી. આપણા દેશમા રહેલું અનેકત્વ વધુ સમૃધ્ધ થાય તેવો બંધારણીય ઉદ્દેશ તો છે જ પરંતુ આપણા રાષ્ટ્ર નિર્માણ માટે પણ આ પાયાની વાત છે….. તેમનું આ વક્તવ્ય સરકારને, સરકારી તંત્રને, દેશભરની અદાલતોને અને લોકોને દિશા બતાવતું હોવાનું કાયદા નિષ્ણાતોએ મત કર્યો હતો….

(જીએનએસ: હર્ષદ કામદાર)

Admin

Admin

9909969099
Right Click Disabled!