૩ યુવાનો બાઇક સાથે કેનાલમાં ખાબક્યા : એકનો બચાવ

Spread the love

આણંદ,

આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના કોસિન્દ્રા ગામાના ત્રણ યુવાને સવારે ૮ઃ૩૦ વાગ્યાની આસપાસ કોસિન્દ્રાથી વડોદરા આવવા માટે નીકળ્યા હતા, તેઓ જ્યારે શેરખી ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ પાસે પહોંચ્યા, ત્યારે બાઇક ચાલકે સ્ટેઇરિંગ પરથી કાબૂ ગુમાવતા ત્રણેય યુવાનો બાઇક સાથે નર્મદા કેનાલમાં ખાબક્્યા હતા. જાકે એક યુવાનને કેનાલમાંથી બચીને બહાર નીકળી ગયો હતો. જાકે બે યુવાનો પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યા હતા. જેથી સ્થાનિક લોકોએ તુરંત જ વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. અને વડીવાડી ફાયર સ્ટેશનની ટીમે ૨ યુવાનોની શોધખોળ શરૂ કરી હતી.

બંને યુવાનો સાથે બાઇક પર પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. જાકે ફાયર બ્રિગેડે બાઇકને બહાર કાઢી હતી. ફાયર બ્રિગેડની ટીમે બંને યુવાનોની ૪ કિ.મી. સુધી શોધખોળ કરી હતી, પરંતુ બંને યુવાનોનો હજી સુધી કોઇ પત્તો મળ્યો નથી. પાણીનો પ્રવાહ વધારે હોવાથી યુવાનોને શોધવામાં ફાયર બ્રિગેડને મુશ્કેલી પડી રહી છે. ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

વૈભવ ઇશ્વરભાઇ વાળંદ(૨૫) અને ગોપાલ અશોકભાઇ પરમાર(૨૨) લાપતા છે. તેઓ ગોરવા બીઆઇડીસીમાં નોકરી કરતા હતા. જેથી બંને વડોદરા આવવા માટે નીકળ્યા હતા. ત્યારે આ ઘટના બની હતી. અને લક્ષ્મણ પ્રવિણભાઇ પરમાર(૧૬)ને તેના બે મિત્રો સાથે તેમની કંપની જાવા માટે વડોદરા આવવા માટે નીકળ્યો હતો. પરંતુ લક્ષ્મણનો બચાવ થયો હતો.

Admin

Admin

9909969099
Right Click Disabled!