ભુજમાં ૧૮૬ ટકા વરસાદ પડ્યો છતાં ડેમોમાં માત્ર ૫૪.૩૦ ટકા જ પાણી..!!

Spread the love

ભુજ,
ચોમાસામાં કચ્છમાં રેકોર્ડ બ્રેક વરસાદ પડતા ખેડૂતો અને કચ્છીઓ ખુશખુશાલ હતાં. અધધ ૧૮૬ ટકા વરસાદ બાદ પણ હમીરસર તળાવ અને કચ્છના કેટલાક ડેમો ઓવરફ્લો થયા ન હતા ! હવે વધારે ચોંકાવનારી વાત એ છે કે ચોમાસા બાદ કચ્છના મધ્યમ કક્ષાના ડેમોમાં ૭૦ ટકાથી વધારે ભરાયેલા હતા તે ખાલી થઈ રહ્યાં છે. હાલમાં કચ્છના ડેમોમાં માત્ર ૫૪.૩૦ ટકા પાણી બચ્યું છે !

સૂત્રોના જણાવ્યા અનુસાર કચ્છમાં બે વર્ષ નબળા ગયા બાદ ગત વર્ષે મેઘરાજાની કૃપા વરસી હતી. જિલ્લામાં સરેરાશ ૪૦૧ મિમીની સામે રેકોર્ડ બ્રેક ૭૪૬ મિમી વરસાદ પડ્યો હતો. અધધ ૧૮૬ ટકા વરસાદ પડયા બાદ અનેક તળાવો અને ડેમ ભરાયા હતાં. પશુપાલકો અને ખેડૂતો રાજીના રેડ થઈ ગયા હતાં. જે-તે વખતે કચ્છના મધ્યમ કક્ષાના ૨૦ ડેમોમાં ૭૦ ટકાથી વધારે પાણીનો જથ્થો હતો. ૨૦માંથી બે ડેમ સંપૂર્ણ ભરાયેલા હતાં. જાકે માત્ર ૭૦ દિવસમાં કચ્છના ડેમોમાં ૧૫ ટકા પાણીનો જથ્થો ખાલી થઈ ગયો છે ! રવીપાક માટે સિંચાઈ અને પીવાના પાણીના લીધે આ જથ્થો ખાલી થઈ રહ્યો છે. રાજ્યની વાત કરવામાં આવે તો સૌથી ઓછો પાણીનો જથથો પણ હાલ કચ્છમાં બચ્યો છે. કચ્છના ડેમોમાં હાલ ૧૮૦.૪૩ મિલિયન ક્્યુબિક મીટર પાણીનો જથ્થો બચ્યો છે. જ્યારે હાલ એક પણ ડેમ હવે સંપૂર્ણ ભરેલા નથી.

ઉત્તર ગુજરાતના ૧૫ ડેમોમાં ૫૧.૫૬ ટકા પાણી છે. જે કચ્છના ૫૪.૩૦ ટકા કરતા પણ ઓછું છે. જાકે પાણીના જથ્થાની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના ડેમોમાં ૯૯૧.૦૭ એમસીએમ પાણીનો જથ્થો છે. જ્યારે કચ્છમાં માત્ર ૧૮૦.૪૩ એમસીએમ જથ્થો બચ્યો છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!