પિતરાઈ ભાઈએ ૨ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરતા ખળભળાટ
સુરત,
સુરતના પલસાણા તાલુકાના વરેલી ગામમાં એક એપાર્ટમેન્ટમાં બીજા માળે રહેતું પરિવાર મિલમાં નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં કુલ ૫ વ્યકિત રહે છે. જેમાં પરિવારના મોભી અને તેની પત્ની અને બે બાળકો અને સગીર ભત્રીજા મળી કુલ ૫ લોકો રહે છે. રવિવારની મોડી સાંજે બાળકીની માતા પોતાના સગીર ભત્રીજાને બાળકી સોંપી બાજુના રૂમ બેસવા માટે ગઈ હતી. ત્યારે બાળકીનો રડવાનો અવાજ આવ્યો હતો.
માતા દોડતી પોતાની રૂમમાં આવી ગઈ હતી. માતાએ બાળકીના પહેરેલા કપડાં અસ્ત વ્યસ્ત દેખાતા શંકા ગઈ હતી. જે આધારે બાળકીની માતાએ ભત્રીજાના કપડાં ઉતરાવી ગુપ્ત ભાગ ચેક કરતા ત્યાં લોહીના ડાઘ મળી આવ્યા હતા. જેથી બાળકીની માતાએ પતિને વાત કરી હતી. ત્યારબાદ સમગ્ર ઘટનાની માહિતી કડોદરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને તાત્કાલિક રાત્રે બાળકીને સુરત સ્મીમેરમાં તપાસ અર્થે મોકલી આપી હતી. પોલીસે બાળકીના સગીર પિતરાઈ ભાઇની પૂછપરછ હાથ ધરી છે.