ઠાકોર સમાજનું વધુ એક ફરમાન : દીકરીઓ અને સ્ત્રીઓને મેળામાં જવા પર પ્રતિબંધ
બનાસકાંઠા,
બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજે દીકરીઓ અને મહિલાઓ અંગે વધુ એક ફરમાન જાહેર કર્યું છે. જે પ્રમાણે સ્ત્રીઓ અને દીકરીઓને મેળવામાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તાજેતરમાં ઠાકોર સમાજની મળેલી બેઠકમાં લાખણી ઠાકોર સેનાના પ્રમુખ તરફથી આવો નિર્ણય લેવામાં આવ્યો છે. સમાજના કહેવા પ્રમાણે સામાજિક અને આર્થિક રીતે ટકી રહેવા માટે આવો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે જિલ્લાના ઠાકોર સમાજ દ્વારા આ પહેલા પણ આવો જ એક નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં યુવતીઓને મોબાઇલ રાખવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો.
લાખણી ઠાકોર સમાજ તરફથી આ અંગે બેઠક બાદ એક લેખિતમાં પત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, આજ રોજ લાખણી તાલુકા ઠાકોર સમાજની બેઠક મળી હતી. જેમાં સમાજમાં વધતા જતા ખોટા રિવાજા બંધ કરી સમાજને આર્થિક રીતે તેમજ સામાજિક રીતે ટકી રહે તે હેતુથી સમાજના આગેવાનો અને યુવાન મિત્રો ઉપÂસ્થત રહ્યા હતા. આજની મિટીંગમાં ઉપરના વિષયના અનુસંધાને ઘણા બધા વિષયોની ચર્ચા વિચારણા થઈ હતી. બેઠકના અંતે આટલા નિર્ણયો લેવાયા છે.
લાખણી તાલુકા ઠાકોર સમાજ દ્વારા ઉપર મુજબના બંધારણ રાખવાનું નકકી કરવામાં આવેલ છે. જે બાબતે વિગતે ચર્ચા વિચારણા કરવા તા.૨૧/૦ર/ર૦૨૦ ને શુક્રવારના રોજ ચિત્રોડા ગુરૂ મંદિરે લાખણી તાલુકા ઠાકોર સમાજની બેઠક રાખવામાં આવી છે. જેમાં બંધારણમાં જ સુધારા-વધારા કરી આખરી ઓપ આપવામાં આવશે.