લીંબડી પોલીસ મોજમાં અને તસ્કરો ગેલમાં…!
- ખેતીના ઓજારો અને કાપડની દુકાનમાં તસ્કરોનો બીજો રાઉન્ડ વેપારીઓની ઉધ હરામ થઈ
- પ્રથમ રાઉન્ડમાં બન્ને દુકાન માંથી ૧ . ૨૩ લાખની રોકડ ચોરી , બીજા રાઉન્ડમાં માત્ર ૨૩ , 000 ની માતાની ચોરી
લીંબડી શહેર જાણે બોડી બામણીનું ખેતર હોય તેમ પોલીસ મોજ માં અને તસ્કરો ગેલમાં જોવા મળી રહયા છે . હજુ થોડા દિવસો પહેલા ગ્રીન ચોકમાં કટલેરીની દુકાનના તાળા તોડયાની સાહી સુકાઈ નથી ત્યારે ફરી ગત રાત્રીના તળાવ કાંઠે આવેલી કપડા અને ખેતીના ઓજોરની દુકાનોને તસ્કરોએ ધમરોળી નાખી છે . એક સાથે બન્ને દુકાનોમાં ચોરી થયાની સામાચાર વાયુ વૈગ લીંબડી શહેરમાં પ્રસરી જતા વેપારી આલમમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો . પોલીસે ફરીયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે .
બનાવ અંગેની મળતી માહીતી મુજબ લીબડી શહેરના જુના બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલી રેડીમેઈટ કપડાની દુકાનો ગત દિવાળીના તહેવાર ઉપર તસ્કરોએ દુકાનના તાળા તોડી રોડકા રૂ . ૫૩ , OOO ની મતાની ચોરી થઈ હતી . જયારે તેની બાજુમાં ખેતીના ઓજારો ધરાવતી આઈડીયલ એન્ટર પ્રાઈઝમાં તસ્કરોએ તાળા તોડી રોકડા રૂ . ૭૦ , OOO ઉસેડી ગયા હતા . બન્ને દુકાનોમાં હરાડા થયેલા તસ્કરોએ ગત તા. ૧૮ ની રાત્રીના સમયે રેડીમેઈટ કપડાની દુકાનના ઉપરના માળની લોખંડની ગ્રીલ તોડી દુકાનમાં પ્રવેશ કરી માત્ર રૂ . ૪00 થી પ0 ઉસેડી ગયા હતા.
જયારે બાજુની આઈડીયલ દુકાનમાંથી રોકડા રૂ . ૧૨ , ૦૦ અને ખેતીના ઓજારો રૂ . ૧૦ , ૦૦૦/- ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. સવારે બન્ને દુકાનોના માલીકે દુકાન ખોલતાની સાથે જ દુકાનનો સામાન વેરવીખેર જોવા મળતા પોલીસને જાણ કરી હતી. લીબડી પી.એસ.આઈ સંજય વરૂ તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઈ સીસી ટીવી કેમેરાના ફુટેજ ના આધારે તસ્કરો સુધી પહોચવા ચક્રો ગતીમાન કરી દીધા હતા . બન્ને વેપારીની ફરીયાદ દાખલ કરી વધુ તપાસ લીંબડી પોલીસ ચાલવી રહી છે.
રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા (લીંબડી)