રાજ્ય બહારની યુનિવર્સિટીમાં અભ્યાસ કરેલ એલ.આઇ.ના વિદ્યાર્થીઓને મળતો ન્યાય

રાજ્ય બહારની યુનિવર્સિટીમાં અભ્યાસ કરેલ એલ.આઇ.ના વિદ્યાર્થીઓને મળતો ન્યાય
Spread the love

મળતી વિગતો મુજબ રાજ્યસરકાર દ્વારા એલ.આઇ કરેલ વિધાર્થીઓ ની લાઈવ સ્ટોક ઇન્સ્પેકટર ની ભરતી કરવામાં આવેલ હતી જેમાં રાજ્ય બહાર માંથી અભ્યાસ કરીને આવનાર વિદ્યાર્થીઓ ઉપર શંકા ની નજર રાખીને એમને સ્પર્ધાત્મક પરિક્ષા પાસ કરેલ હોવા છતાં નોકરી મા લેવામાં આવેલ નથી.

યુ.જી.સી મા સરકાર દ્વારા તપાસ કરતા સરકાર દ્વારા સ્પસ્ટ જણાવેલ છે કે. ઓ.પી.જે.એસ. યુનિવર્સિટી, વિનાયક મિશન યુનિવર્સિટી, માનવ ભારતી યુનિવર્સિટી, જે.એસ. યુનિવર્સિટી ઓ યુ.જી.સી. માન્ય યુનિવર્સિટી છે અને જેતે યુનિવર્સિટી દ્વારા પણ જણાવેલ છે કે આ બધા વિદ્યાર્થી અમારા વિદ્યાર્થી છે તેમ છતાં એમને નોકરી મા લેવામાં આવ્યા નહોતા.

અન્યાય થનારા વિદ્યાર્થીઓ નામદાર ગુજરાત હાઇ કોર્ટ માં ન્યાય મેળવવા માટે ગયા હતા અને આજે નામદાર ગુજરાત હાઇ કોર્ટ માંથી ન્યાય મળતા સીનીયોરિટી અને પગાર સાથે નોકરી મા લેવાનો ઓડર થતાં આજે નામદાર ગુજરાત હાઇ કોર્ટ માંથી ન્યાય મળેલ છે અને સાબિત થયું છે કે ખરેખર ન્યાય મળેજ છે.

હવે આવીજ રીતે ગુજરાત સરકાર દ્વારા જુદા જુદા વર્ષમાં એમ.પી એચ.ડબલ્યુ ની ભરતી કરવામાં આવેલ હતી અને સરકાર એ રાજ્ય બહારની યુનિવર્સિટી હોવાથી ખોટી રીતે આવા કર્મચારીઓ ને નોકરી માંથી છૂટા કરેલ હતા અને હજુ પણ આવું કરી રહેલ છે આવા છૂટા થયેલ કર્મચારીઓ છેલ્લા એક વર્ષ થી માનસિક અને આર્થિક યાતના ભોગવી રહ્યા છે છૂટા થયેલ કર્મચારીઓ ને પોતાનું ઘર ચલાવવા માટે પણ મુશ્કેલી પડી રહી હોય આવા કર્મચારીઓ પણ તેમને આવો ન્યાય મળે એવું ઈચ્છા રાખી રહ્યા હોય અને હવે થોડો હાશકારો અનુભવી રહ્યા છે.

રીપોર્ટ : મનોજ રાવલ (ધનસુરા)

Manoj Raval

Manoj Raval

Right Click Disabled!