પાલનપુરના વગદા ગામે મારૂતિ યજ્ઞ સહિત શોભાયાત્રા બાદ પ્રતિષ્ઠા યોજાઈ

પાલનપુરના વગદા ગામે મારૂતિ યજ્ઞ સહિત શોભાયાત્રા બાદ પ્રતિષ્ઠા યોજાઈ
Spread the love

પાલનપુર તાલુકામાં આવેલા વગદા ગામ ખાતે સમસ્ત વગદાના ગ્રામજનો દ્વારા મંગલમૂર્તિ હનુમાનજી દાદા મારૂતિ યજ્ઞ તેમજ લિંબચ માતાની વાજતે ગાજતે હર્ષોલ્લાસ સાથેની ભવ્ય ઉજવણીથી શોભાયાત્રા યોજાઈ હતી, શુભ પ્રસંગના કાર્યક્રમોમાં જવાર મુહૂર્ત, પ્રાયશ્ચિત કર્મ, શોભાયાત્રા, સાયં પૂજા બાદ પ્રતિષ્ઠા કરાશે, જેમાં શાસ્ત્રોકત વિધીના જાણકાર શાસ્ત્રી રોનકકુમાર જોષીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ તેમજ પ્રતિષ્ઠા કરી હતી.

પ્રતિષ્ઠા તેમજ મારૂતિ યજ્ઞ મહોત્સવમાં 18 ફેબ્રુઆરી 2020ના રોજ સાંજે સંતવાણી કાર્યક્રમની રમઝટ બોલાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ થકી મનોરંજનનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડયા બાદ 19મી ફેબ્રુઆરી 2020ના રોજ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરાઈ હતી, જેમાં લોકો ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી, જોકે આમંત્રણ પાઠવતાં સૌ ભક્તોએ મારૂતિ યજ્ઞ સહિત પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી ધામધૂમથી ઉજવણી કરી હતી, આ મહોત્સવમાં શાસ્ત્રીજી, વગદા ગામના ગ્રામજનો, મહોત્સવને સફળ બનાવવા પ્રયત્નશીલ યુવાન કાર્યકરો, મહેમાનો સહિત તમામ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરી હતી.

રિપોર્ટ :- તુલસી.બોધુ, બ.કાં
(લોકાર્પણ દૈનિક)

Admin

Admin

9909969099
Right Click Disabled!