શક્તિપીઠ અંબાજીમા રંગેચંગે શિવરાત્રીનો પર્વ ઉજવાયો

શક્તિપીઠ અંબાજીમા રંગેચંગે શિવરાત્રીનો પર્વ ઉજવાયો
Spread the love

યાત્રાધામ અંબાજી મા અંબા નું પ્રાચીન શક્તિપીઠ છે આ ધામ પાસે પવિત્ર સરસ્વતી નદી વહે છે અહીં માં અંબા ના મંદિર સિવાય બીજા શિવજી ના મંદિર પણ આવેલા છે એટલે જ જગતજનની માં અંબા નું ધામ ” શિવ શક્તિ ” ધામ થી જાણીતું બન્યું છે આજે શિવરાત્રી નો પવિત્ર તહેવાર હોઈ આજે માં અંબા નું ધામ શિવમય બની ગયુ હતું અને ભમ ભોલે ભમ ભોલે ના નાદ થી આખું બ્રહ્માંડ ગુંજી ઉઠ્યું હતુ
આજે વહેલી સવાર થી અંબાજી ના હરેનશ્વર મહાદેવ , પરશુરામ મહાદેવ ,અંબિકેશ્વર મહાદેવ , નીલકંઠ મહાદેવ , કૈલાશ ટેકરી , કુંભેશ્વર મહાદેવ ,સોમેશ્વર મહાદેવ અને કોટેશ્વર મહાદેવ મા શિવ ભક્તો ની ભારે ભીડ જોવા મળી હતી ,અહીં ના વિવિધ મંદિરો માં અન્નકૂટ ,પ્રસાદી અને ભાંગ નો પ્રસાદ ભક્તો માટે આપવામાં આવ્યો હતો ,અંબાજી ના વિવિધ મહાદેવો મા હર્ણેશ્વર મહાદેવ નો મહિમા મોટો છે કહેવાય છે કે ” અંબાજી અનેકવાર કોટેશ્વર વારંવાર અને હર્ણેશ્વર એક વાર “આજે અંબાજી ના પ્રાચીન મહાદેવ હર્ણેશ્વર મા ભક્તો માટે બટાકા ની સૂકી ભાજી અને શીરા નો પ્રસાદ આપવામાં આવ્યો હતો ત્યારબાદ 101 કિલો ભાંગ નો પ્રસાદ ભક્તો માટે આપવામાં આવ્યો હતો , અંબાજી પાસે આવેલા કૈલાશ ટેકરી મહાદેવ ખાતે અન્નકૂટ નો ભોગ મહાદેવ જી ને ધરાવવામાં આવ્યો હતો , બ્રહ્માકુમારી દ્વારા પણ આજે સવાર થી જ શિવ ની ઝાંખી સાઈ બાબા મંદિર પાસે બનાવવામાં આવી હતી આ સિવાય અંબાજી મંદિર ના સાત નંબર ગેટ પાસે આવેલા પરશુરામ મહાદેવ ખાતે પણ શિવ ભકતોની ભારે ભીડ જોવા મળી હતી
શ્રી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અને અંબાજીના શિવભક્તો દ્વારા અંબાજી પરશુરામ મહાદેવ પાસેથી ભવ્ય પાલખીયાત્રા નિકાળવામાં આવી હતી આ પાલખી યાત્રા અંબાજીના વિવિધ શિવમંદિરો થઈ કૈલાસ ટેકરી મહાદેવ ખાતે સમાપન થઈ હતી.

 

અમિત પટેલ (અંબાજી)

Amit Patel

Amit Patel

Right Click Disabled!