છેલ્લાં સાતેક માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સાવરકુંડલા રૂરલ પોલીસ
- છેલ્લાં સાતેક માસથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાન પદમપુરથી પકડી પાડતી સાવરકુઁડલા રૂરલ પોલીસ
શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષક અમરેલીનાઓએ રાજયના નાસતાં ફરતા આરોપીઓ તેમજ ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીઓ તથા ફરાર કેદીઓ અંગે માહીતી મેળવી નાસતા ફરતા આરોપીઓ વિરુધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે સાવરકુઁડલા ડીવીજન ઇ.ચા. નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.ડી ઓઝા સાહેબ તથા ધારી સર્કલ સી.પી.આઇ શ્રી જે.ડી ઝાલા સાહેબ ના માર્ગદર્શન તથા સાવરકુઁડલા રૂરલ પોલીસ સબ ઈન્સ શ્રી એ.પી.ડોડીયા સાહેબની સુચના મુજબ સાવરકુડલા રૂરલ પો.સબ ઇન્સ જી.જી.જાડેજા તથા પો કોન્સ. રામદેવસિઁહ સરવૈયા તથા પો કોન્સ. સુરેન્દ્રસિઁહ સરવૈયા દ્વારા સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૬૦/૨૦૧૯ IPC ક.૨૭૯,૩૦૪(અ),૩૩૭,૩૩૮ તથા એમ.વી.એકટ ક.૧૩૪,૧૭૭,૧૮૪ વિ. મુજબ છેલ્લાં સાતેક માસથી અકસ્માતના ગુન્હાના રાજસ્થાનના શ્રી ગંગાનગર જીલ્લાના પદમપુર શહેરના રહેવાસી નાસતાં ફરતા આરોપીને રાજસ્થાન રાજ્યના શ્રી ગંગાનગર જીલ્લાનાં પદમપુર થી પકડી પાડેલ.
પકડાયેલ આરોપી
સુરજીતસીઁગ તારાસીઁગ મહેરા ઉ.વ.-૫૦ ધંધો-ડ્રાઇવિઁગ મુળ-ગામ-ચક ૭ ડી ડી તા.પદમપુર જી. શ્રી ગંગાનગર (રાજસ્થાન) હાલ-રહે.-પદમપુર, ઠે.વોર્ડ નં-૬, કેનરાબેઁકવાળી ગલી તા.પદમપુર જી.શ્રી ગંગાનગર,રાજસ્થાન* વાળાને તા.૧૯/૦૨/૨૦૨૦ ના રોજ પદમપુરથી પકડી પાડી આગળની ઘટતી કાર્યવાહી કરવા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાઁ લાવી ઉપરોક્ત ગુન્હાના કામે ધોરણસર અટક કરેલ છે.
આમ, શ્રી નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓની સુચનાથી સાવરકુઁડલા રૂરલ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ જી.જી.જાડેજા સાહેબ તથા પો.સ્ટાફ દ્વારા છેલ્લાં સાતેક માસથી સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.ના અકસ્માતના ગુન્હાના રાજસ્થાન ના રહેવાસી નાસતા ફરતા આરોપીને પકડી પાડેલ.