પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ રોડ પર ટમેટા ઠાલવી રોષ વ્યક્ત કર્યો

પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ રોડ પર ટમેટા ઠાલવી રોષ વ્યક્ત કર્યો
Spread the love

ઉપલેટા,
ઉપલેટા તાલુકામાંથી ત્રણ મોટી નદીઓ ભાદર, મોજ, વેણું પસાર થઇ છે. તેમા ઠેક ઠેકાણે ચેક ડેમ બનાવતા નદીમાં રહેલ પાણીનો ઉપયોગ કરીને તથા મોજ ડેમ અને વેણુ ડેમના ઉતરતા પાણીથી ખાલી થયેલી જગ્યામાં ખેડૂતો શાકભાજી વાવીને પોતાનું જીવન નિર્વાહ કરે છે. પરંતુ આ વખતે શાકભાજીના ભાવ હરાજીમાં શાક માર્કેટમાં ન આવતા ખેડૂતોમાં રોષ વ્યક્ત કરી રહ્યા છે. ચાર દિવસ પહેલા ભાયાવદરના ખેડૂતોએ કોબી તથા ટમેટા રોડ ઉપર ફેંકીને પોતાના રોષ વ્યક્ત કર્યો હતો. ત્યારે આજે હાડફોડી કે જે ઉપલેટાથી ફક્ત ૪ કિમી દૂર છે. તેમણે ખેતરોમાંથી ટમેટા તોડીને ઉપલેટા-પાટણવાવ રોડ ઉપર ઠાલવીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
ખેડૂતોએ જણાવ્યું હતું કે, પાંચ કિલો ટમેટાની બેગના ૨૦ને ૨૫ રૂપિયા હરાજીમાં આવે છે. તેમનાથી જાજા ખર્ચ તો ટમેટા ઉતારવાનો અને માર્કેટ સુધી પહોંચાડવાનો થઇ જાય છે. જેથી ખેતરની સફાઇ કરવી અમારે માટે ફરજીયાત છે. આ ટમેટાનું હરાજીમાં કંઇ આવતું નથી તેથી ટમેટા રોડ ઉપર ફેંકીને અમે અમારો રોષ વ્યક્ત કરી સરકારનું ધ્યાન દોરવા પ્રયાસ કરીએ છીએ.

Admin

Admin

9909969099
Right Click Disabled!