શિવાયલો હર હર મહાદેવના નાદથી ગુંજ્યા, ભાવિકોનું ઘોડાપૂર

શિવાયલો હર હર મહાદેવના નાદથી ગુંજ્યા, ભાવિકોનું ઘોડાપૂર
Spread the love

વેરાવળ,
સોમનાથ મહાદેવને વિશેષ શણગાર કરવામાં આવ્યો

મહાશિવરાત્રી હોય શિવભક્તો શિવાલયોમાં વહેલી સવારથી જ ઉમટી રહ્યા છે. બાર જ્યોતિ‹લગમાં પ્રથમ જ્યોતિ‹લગ સોમનાથ મહાદેવના દર્શન માટે ગઇકાલ રાતથી જ ભાવિકોના ઘોડાપૂર ઉમટી પડ્યા છે. સવારની આરતીમાં હજારોની સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો અને હર હર મહાદેવના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું. સોમનાથ સહિત સૌરાષ્ટÙના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. સોમનાથ મહાદેવની મંદિર પરિસરમાં પાલખીયાત્રા નીકળી હતી. જેમાં ભાવિકોએ ડમરૂ સાથે બમ બમ ભોલેના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું.
સોમનાથ મહાદેવ મંદિર બાદ રાજકોટ જિલ્લામાં જસદણ તાલુકામાં આવેલું ઘેલા સોમનાથ મંદિર સૌરાષ્ટÙના મોટા શિવાલયોમાંનું એક છે. ઘેલા સોમનાથ મહાદેવને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. અહીં પણ વહેલી સવારથી ભાવિકોના ઘોડાપૂર ઉમટી પડ્યા. રાજકોટના દરેક શિવાલયોમાં સવારથી જ ભાવિકો દૂધ, દહી, જળનો અભિષેક કરી અને પૂજા કરી ધન્યતા અનુભવી.
સૌરાષ્ટÙના દરેક શિવાલયોમાં રાતથી ભાંગની પ્રસાદી બનાવવામાં આવી હતી. સવારે દર્શન કરવા આવતા ભાવિકોને ભાંગની પ્રસાદી આપવામાં આવી રહી છે. ઘણા શિવાયલોમાં ભાવિકોએ શિવલીંગ પર દૂધનો થોડા અભિષેક કરી બાકીનું દૂધ ગરીબ બાળકોને આપ્યું હતું.

Admin

Admin

9909969099
Right Click Disabled!