મહિલાઓનાં પ્રાઈવેટ પાર્ટ પર યુવકે ખંજવાળ વાળો પાઉડર નાખતા ફરિયાદ નોંધાઈ

Spread the love

અમદાવાદ,

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલાં પ્રહલાદપાર્ક સોસાયટીમાં રહેતી મહિલાઓ દરરોજ સવારે ફ્લેટના ગાર્ડનમાં મો‹નગ વોક માટે નીકળતી હતી. પાંચેક મહિલાઓ નિત્યક્રમ પ્રમાણે મો‹નગ વોક માટે એકઠી થઈ જતી હતી. પણ આ જ મહિલાઓ પર ફ્લેટમાં જ રહેતાં અંકિત જાદવે નજર બગાડી હતી. અને મો‹નગ વોક કરતી મહિલાઓ ઉપર તે ગંદી કોમેન્ટ પાસ કરતો હતો.

લગભગ બે મહિના સુધી મહિલાઓએ યુવકનો ત્રાસ સહ્યો. પણ સામે કોઈએ તેને અટકાવ્યો નહીં. અને આ જ કારણ બન્યું કે યુવકની હિંમતમાં સતત વધારો થતો રહ્યો. ગત ૧૯મી તારીખે મો‹નગ વોક પર નીકળેલી મહિલાઓના પ્રાઈવેટ પાર્ટ પર યુવકે ખંજવાળનો પાવડર નાખી દીધો હતો. આ મામલે મહિલાઓએ વિરોધ કરતાં અંકિતે ગાળાગાળી કરી દીધી હતી.

આ મામલે મહિલાઓ અંકિતના ભાઈ યોગેશને ફરિયાદ કરવા ગયા. તો ભાઈને સલાહ આપવાના બદલે યોગેશે મહિલાઓ સાથે જ ઝઘડો કરી દીધો હતો. અને મહિલાઓને ધમકી આપતાં કÌšં કે, આજે આવ્યા એ આવ્યા, હવે આવતાં નહીં, નહીતર નગ્ન કરીને સોસાયટીમાં ફેરવીશ. એક ભાઈ છેડતી કરી અને બીજા ભાઈ ખુલ્લેઆમ ધમકી આપતાં મહિલાઓએ આ મામલે અંતે પોલીસ ફરિયાદ કરી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!