ધાનેરા નગરપાલિકાના સફાઈ કામદારોની હડતાલ ન સમેટાતા પાલિકાના સત્તાધીશો સહીત પાલિકાના કર્મચારીઓ હાથમાં ઝાડૂ પકડી ગામની સફાઈ કરી

ધાનેરા નગરપાલિકાના સફાઈ કામદારોની હડતાલ ન સમેટાતા પાલિકાના સત્તાધીશો સહીત પાલિકાના કર્મચારીઓ હાથમાં ઝાડૂ પકડી ગામની સફાઈ કરી
Spread the love

છેલ્લા ઘણા સમયથી ધાનેરા નગરપાલિકાના સફાઈ કામદારો હડતાળ પર છે તેમની વિવિધ માંગણીઓને લઈ આ સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા છે ત્યારે પાલિકાના સત્તાધીશો દ્વારા સફાઇ કામદારોને મનાવવા માટે ખૂબ જ મહેનત કરી તેમ છતાં સફાઈ કામદારો ન માનતા અને પોતાની હડતાલના સમેટાત પાલિકાના સત્તાધીશો મુશ્કેલીમાં મુકાયા હતા. પાલિકા સત્તાધીશો દ્વારા અન્ય નગરપાલિકામાંથી સફાઈ કામદારોને બોલાવી થોડા દિવસ સફાઈ કરાવી પરંતુ આજે પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, પૂર્વ પ્રમુખ તમામ ચેરમેન અને કોંગ્રેસ પક્ષના તમામ સદસ્યોએ અને પાલિકાના તમામ કર્મચારીઓએ હાથમાં ઝાડૂ પકડી જાતે જ સફાઈ શરૂ કરી હતી.

બીજી તરફ પાલિકાના સદસ્ય દ્વારા ડોર ટુ ડોર કચરો લેવા માટે પણ ગયા હતા તો બીજી તરફ પાલિકાના સત્તાધીશો જણાવી રહ્યા છે કે સફાઇ કામદારોને ભાજપના સદસ્યો દ્વારા પડકારવામાં આવે છે અને તેમને હડતાલ પર બેસાડવા માટે ભાજપના સદસ્યોનો મોટો થશે અને સફાઈ કામદારોને સફાઈ નથી કરવા દેતા તો બીજી તરફ પાલિકાના પૂર્વ પ્રમુખે આક્ષેપ કરતા એ પણ જણાવ્યું હતું કે ભાજપના સદસ્યો ધાનેરાના વિકાસના કામમાં રોડાં નાખે છે.

ધાનેરામાં કોઈ રોગચાળો ન ફાટી નીકળે કે ધાનેરામાં ગંદકી ન ફેલાય તે માટે તેમ જ ધાનેરાના લોકોનું હિત વિચારી ધાનેરા પાલિકાના સત્તાધીશોએ આજે જાતે હાથમાં ઝાડૂ પકડી ધાનેરાના જાહેર માર્ગો તેમજ રહેણાંક વિસ્તારમાં સફાઇ કરી હતી તો બીજી તરફ પાલિકાના સદસ્ય દ્વારા ડોર ટુ ડોર કચરો લેવા માટે પણ ગયા હતા અને કચરાની સાથે સાથે લોકોને અપીલ પણ કરી હતી કે પાલિકાને સહયોગ આપવા તેમજ જાહેર રસ્તા પર કચરો ન નાખવો.

Admin

Admin

9909969099
Right Click Disabled!